ઇન્ટરનેશનલ

Google Mapના ભરોસે ન રહેતા, GPSના બ્લંડરને લીધે આ મહિલાને મળી શકતું હતું મોત પણ…

થાઈલેન્ડઃ હાથમાં મોબાઈલ લઈ ગમે ત્યાં ગાડી કે બાઈક હંકારી દેતા યુવાનીયાઓ સહિત ગૂગલ મેપના સહારો ભોમિયા બનતા તમામ માટે ચોંકાવનારો અને સબદ દેનારો કિસ્સો થાઈલેન્ડમાં બન્યો છે. લોકલ ન્યૂઝ અનુસાર, થાઈલેન્ડમાં એક મહિલા ગૂગલ મેપ્સને ધ્યાનમાં લઈ કાર ડ્રાઈવ કરી રહી હતી. પણ અચાનક તેની કાર રાહદારીઓ માટે બનેલા લાકડાના સસ્પેન્શન બ્રિજ પર ફસાઈ ગઈ. આ બ્રિજનું નામ વિઆંગ થોંગ હોવાનું જાણવા મળ્યું છે.

મહિલા 120 મીટર લાંબા પુલ પર કાર સાથે લગભગ 15 મીટર કાર લઈ આગળ વધી હતી, પરંતુ તે પછી કારનું વ્હીલ ગેપમાં ફસાઈ ગયું અને કાર ત્યાં જ ફસાઈ ગઈ. આ ફૂટબ્રિજ ધરાશાયી થઈ શક્યો હોત અને મહિલાનો જીવ પણ ગયો હોત પણ સદભાગ્યે ત્યાંથી નીકળેલા માકુન નામના રાહદારીના ધ્યાનમાં આ કાર આવી અને તેણે તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સર્સનો સંપર્ક કર્યો. સ્થિતિની ગંભીરતા જોઈ એક ટૂકડી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને કારને લાકડાના બે પાટિયા વચ્ચેના ગેપમાંથી સલામત રીતે કાઢી અને રીતે મહિલા અને કારનો બચાવ થયો હતો.

બચાવ્યા બાદ મહિલાએ જણાવ્યું કે તે નોંગ મુઆંગ ખાઈ જિલ્લાની છે અને સુંગ મેનમાં એક મિત્રને મળવા જઈ રહી હતી. વિસ્તાર વિશે વધુ જાણતી ન હોવાને કારણે, તેણે GPS ઑન કર્યુ હતું, પરંતુ તે આ મુસિબતમાં ફસાઈ ગઈ હતી.
તેણે કહ્યું કે મારું ધ્યાન સંપૂર્ણપણે જીપીએસ પર હતું અને મેં આજુબાજુ જોયું નથી. મને લાગ્યું કે પુલ મજબૂત હશે. પરંતુ જ્યારે હું અટવાઈ ગઈ ત્યારે મેં જોયું કે હું યોમ નદીની ઉપર વચ્ચે લટકી રહી છું. હુ ખૂબ જ ડરી ગઈ હતી. જો બહાર નીકળુ ને નદીમા ખાબકી પડું તો તે ડર હતો, પરંતુ પછી મને મદદ મળી ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button