ટોપ ન્યૂઝનેશનલ

અરવિંદ કેજરીવાલ આજે પણ EDને કહ્યું કે પાંચમું સમન્સ પણ ગેરકાયદે હું હાજર નહિ થાઉં

નવી દિલ્હી: EDએ ફરી એકવાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પૂછપરછમાં સામેલ થવા માટે સમન્સ મોકલ્યા છે. ખાસ બાબત તો એ છે કે આ ઈડીનું પાંચમું સમન્સ છે. અગાઉ મોકલવામાં આવેલા ચાર સમન્સ પર પણ અરવિંદ કેજરીવાલે ED સમક્ષ હાજર થવાની ના પાડી દીધી હતી. અને આજે ઈડીના પાંચમા સમન્સ પર પણ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ સમન્સ પણ ગેરકાયદે છે આ બધી મને હેરાન કરવાની અને હું આવનારી ચૂંટણીમાં ના જોડાઉ તેના માટેની તજવીજ છે આથી હું આ સમન્સ પર પણ હાજર નહી થાઉં.

નોંધનીય છે કે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDએ આજે ​​એટલે કે 2 ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. અરવિંદ કેજરીવાલે ગયા વર્ષે 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને આ વર્ષે 3 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીએ ED સમક્ષ હાજર થવા માટે તેમને સમન્સ જારી કરવામાં આવ્યા હતા જેમાં તે એકપણ સમન્સમાં હાજર થયા નહોતા.


આગાઉ 18 જાન્યુઆરીના રોજ સીએમ કેજરીવાલે EDના સમન્સનો જવાબ આપ્યો હતો. તે દરમિયાન તેમણે પોતાના જવાબમાં જણઆવ્યું હતું કે EDએ જ લખ્યું છે કે કેજરીવાલ આરોપી નથી, તો પછી સમન્સ અને ધરપકડ શા માટે? આ ઉપરાંત તેમણે તેમના જવાબમાં એ પણ લખ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ્ય મારી ધરપકડ કરાવવાનો છે. જેથી મને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા અટકાવી શકાય. ભ્રષ્ટ નેતાઓ ભાજપમાં જાય છે અને તેમના કેસ બંધ થઈ જાય છે. અમે ભ્રષ્ટાચાર કર્યો નથી અમારો કોઈ નેતા ભાજપમાં જોડાશે નહીં.


કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે આ નોટિસો રાજકીય ષડયંત્રના ભાગરૂપે મોકલવામાં આવી રહી છે. 2 વર્ષથી આ તપાસ ચાલી રહી છે, 2 વર્ષમાં તેમને કંઈ મળ્યું નથી. લોકસભા ચૂંટણીના 2 મહિના પહેલા મને અચાનક નોટિસ કેમ મોકલવામાં આવી? ઘણી અદાલતોએ તેમને વારંવાર પૂછ્યું છે કે તે જણાવો કે કેટલી રકમ વસૂલવામાં આવી, શું કોઈ સોનું કે જમીનના કાગળો કે પૈસા વસૂલવામાં આવ્યા? કશું મળ્યું ન હતું.


સીએમ કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે લોકોને માર મારીને ખોટા અને સાચા નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ભાજપના લોકો બધાને કહેતા ફરે છે કે કેજરીવાલની ધરપકડ તો કરીને જ રહીશું. જો ફક્ત પૂછપરછ માટે જ મને બોલાવવાનો હોય તો ભાજપના લોકોને કેવી રીતે ખબર પડી કે મારી ધરપકડ થવા જઈ રહી છે? ભાજપના નેતાઓ એડીચોટીનું જોર લગાવી લે પરંતુ મારી ધરપકડ તો હું નહી ઝ થવા દઉં કારણકે મે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. અને એટલે જ મે સમન્સ ના જવાબ આપ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો