વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો
મુંબઈ: આજે રજૂ કરેલા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના વચગાળાના અંદાજપત્રમાં રાજકોષીય એકત્રીકરણ અને ઓછા કરજનાં અંદાજોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસાના સુધારા સાથે ૮૨.૯૭ના મથાળે બંધ રહ્યો હતો. ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.