મરણ નોંધ

હિન્દુ મરણ

દશા સોરઠીયા વણિક
સતાપર નિવાસી હાલ દહીસર દામજીભાઇના પુત્ર મનસુખભાઇ ધાબલીયા (ઉં. વ. ૭૨) તા. ૩૧-૧-૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે અનસુયાબેનના પતિ અને સૂરજ, જતીનના પિતાશ્રી. કાજલ, શ્રુતિના સસરા. તે કંચનબેન, રમેશભાઇ, સ્વ. બટુકભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. મંજુલાબેન, સ્વ. રમાબેન, સ્વ. હંસાબેનના મોટાભાઇ. મણીલાલ રવજીભાઇ શેઠના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
રાજુલાવાળા સુરેશભાઇ શામળદાસ સંઘવી (ઉં. વ. ૭૩) હાલ અમેરિકામાં તા. ૨૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હર્ષાબેનના પતિ. નિરજભાઇના પિતા. રેશાબેનના સસરા. સુધીરભાઇ, દુલારીબેન, રેણુબેનના ભાઇ. કાયરાના દાદા. સસરાપક્ષે સ્વ. નર્મદાબેન ગોપાલજી ગરીબાના જમાઇ. સર્વ લોકિક પ્રથા બંધ છે.
વિસા લાડ સુંદરવાલા
ગં. સ્વ. મીનાક્ષી ચંદ્રકાન્ત દલાલ (ઉષા ભાભી) (ઉં. વ. ૮૪) તે સ્વ. ચંદ્રકાન્ત લક્ષ્મીદાસ દલાલના પત્ની. યોગિની, વિરાજના મમ્મી. વિપુલ થાણાવાલા, વિજય પંડિતના સાસુ. સ્વ. સરયૂ દિવેચા, જયોતિ દલાલ, દિનેશ દલાલના ભાભી. સ્વ. રેણુ દલાલના જેઠણી. રોનક ડિમ્પલના કાકી. સ્વ. લિલીબેન ચંપકલાલ દલાલના પુત્રી તા. ૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે.
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બડોલી નિવાસી સ્વ. જગદીશભાઈ (કાકુભાઈ) ભટ્ટ, (ઉં.વ. ૬૮) તા. ૩૦-૧-૨૪ ને મંગળવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. વિજયાબેન કૌશિકદત્ત (કાકુભાઈ) ભટ્ટના પુત્ર. તે પલ્લવીબેનના પતિ. તે અંકુર અને ખુશાલીના પિતાશ્રી. તે ભાવિક કિરીટભાઈ ભટ્ટના સસરા. તે સ્વ. ઈન્દિરાબેન જયેન્દ્ર ભટ્ટ અને સ્વ. ભાનુબેન અમૃતલાલ ત્રિવેદીના ભાઈ. તે ગામ મુડેટી નિવાસી સ્વ. ઉર્મિલાબેન ગુણવંતલાલ જાનીના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩-૨-૨૪ ને શનિવારે ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, સીએસ લિન્ક રોડ, આનંદ નગર, ફલાયઓવર બ્રિજ નીચે, દહીસર (પૂર્વ).
માળિયા હાટી દશા શ્રીમાળી વણિક
દિપક (ઉં. વ. ૬૦) તે સ્વ. અનસૂયાબેન હરકીશનદાસના પુત્ર. ચંદ્રિકાબેન જશવંત પારેખ સિકંદરાબાદના જમાઈ. સ્વ. ભામીનીના પતિ. પારસ તથા હરિતાના પિતા. કિરણભાઈ તથા અશ્ર્વિનભાઇના ભાઈ ૨૯/૧/૨૪ ના બેંગ્લોર મુકામે શ્રીજીશરણ પામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button