સિગ્નેચર લક્ઝરી એન્ડ વેડિંગ એક્સ્પો
મુંબઈમાં સિઝનના સૌથી મોટા બ્રાઈડલ અને ફેશન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તમને મંત્રમુગ્ધ બનાવે એવા એક્સ્પોમાં આવો અને અસાધારણ ડિઝાઈનનું કલેક્શન પણ પસંદ કરી શકો છો.
આ વેડિંગ એક્સ્પોમાં બ્રાઈડ, બ્રાઈડમેઈડ્સ અને લગ્નપ્રસંગમાં હાજરી આપવા જનારા મહેમાનો માટે પણ આ એક્ઝિબિશન એક બેસ્ટ શોપિંગ ડેસ્ટિનેશન છે. આ એક્સ્પોમાં તમને બ્લોકબસ્ટર વેડિંગ ટ્રાઉઝર અને ફેશનેબલ તમામ વસ્તુઓ મળશે.
આ એક્સ્પો ત્રીજી અને ચોથી ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ યોજવામાં આવ્યો છે અને એક્સ્પોનું સ્થળ રહેશે એનએસસીઆઈ પેલેસ હોલ (ડોમથી આગળ, એસવીપી સ્ટેડિયમ, વરલી, મુંબઈ). એક્સ્પો સવારના અગિયાર વાગ્યાથી શરૂ થશે, જેમાં સૌ માટે એન્ટ્રી ફ્રી રહેશે.
આ સુપરહિટ વેડિંગ એક્સ્પોમાં જ્વેલરી, વેડિંગ કોચર, એસેસરિઝ, ગિફટિંગ સોલ્યુશન્સ વગેરે વન રૂફટોપમાં મળી જશે. જો તમે લગ્નની ખરીદી કરવા ઈચ્છતા હો તો આ તક બિલકુલ ગુમાવવા જેવી નથી, અચૂક પધારો…