એ ફાડૂ લવસ્ટોરી ગાલિબ વિરુદ્ધ ગુચી અને ફૈઝ વિરૂદ્ધ ફરારી અને નાલાયક બેટો, કમિનો બાપ
બેસ્ટ, ઉત્તમ, કલાસિક, સુપર્બ, લાજવાબ, બેમિસાલ જેવા તમામ શબ્દની ગરજ સારતો ફાડૂ શબ્દો વેબસિરીઝમાં સાચ્ચે જ સાર્થક થાય છે.
ફિલ્મનામા -નરેશ શાહ
બે ઠાંસોઠાંસ ક્રિએટીવ પર્સનાલિટી એકઠી થાય તો આપણને દિવાર, શોલે જેવી ફિલ્મો મળે અને મુન્નાભાઈ સિરીઝ તેમજ થ્રી ઈડિયટ જેવી કામિયાબ પ્રોડકટ મળે. અહીં કમાલ સલીમ-જાવેદ ઉપરાંત રાજકુમાર હિરાણી તેમજ અભિજીત જોશીનો સહિયારો હતો.
હવે કલ્પના કરો કે અશ્ર્વિની ઐય્યર તિવારી (નીલ બટે સન્નાટા-બરેલી કી બર્ફી) જેવા સંવેદનશીલ ડિરેકટર
અને અભિજાત જોષ્ાીના નાના ભાઈ નાટયકાર – લેખક સૌમ્ય જોષ્ાી (૧૦ર નોટ આઉટ, હેલ્લારો તેમજ અનેક યાદગાર
ગુજરાતી નાટક) નો સંગમ થાય તો કેવો ક્રિએટીવ બ્લાસ્ટ
થાય ? સોની લીવ પર થયેલાં આ ધમાકાનું નામ છે: ફાડૂ-એ લવસ્ટોરી.
ફાડૂ શબ્દનો જન્મ તો તળપરી જિંદગી જીવતાં સ્લમ એરિયામાં થયો છે પણ હવે એ આપણા બધાની જબાનની અભિવ્યક્તિ બની ગયો છે. બેસ્ટ, ઉત્તમ, કલાસિક, સુપર્બ, લાજવાબ, બેમિસાલ જેવા તમામ શબ્દની ગરજ સારતો ફાડૂ શબ્દો વેબસિરીઝમાં સાચ્ચે જ સાર્થક થાય છે.
ફાડૂમાં મુંબઈના કાંજુર માર્ગની એક સ્લમ સોસાયટીમાં
ઉછરેલાં અભય અને મંજરીની લવસ્ટોરીની વાત છે પણ જે
રીતે તે લખવામાં આવી છે, એ અપનેઆપમાં એક માઈલસ્ટોન શૈલી છે.
સિરીઝના જ એક ડાયલોગમાં કહેવાયું છે તેમ ગાલિબ અને ફૈઝ અહેમર ફૈઝની શાયરીથી શરૂ થતી વાત ગૂચી અને ફેરારી બ્રાન્ડ સુધીના આયામને આંબે છે.
તળેટીમાં જીવવાનો સૌથી મોટો શ્રાપ એ છે કે તમે ઊંચાઈ આંબવાના અભરખા સેવવા લાગો છો. ઊંચે એટલે પહોંચવું હોય છે કે તળેટીની લાચારી, મૂફલિસી, અવ્યવસ્થા તેમજ અભાવથી તમારે છુટકારો જોઈતો હોય છે. અભય (અવિનાશ થાપલીયાલ) ની પણ આવી જ હઠ છે.
કેન્સરમાં ગુમાવેલી માતા, ઓટો ચલાવતા પિતા, દારૂડિયો મોટો ભાઈ, ચોમાસાંમાં ટપક્તી છત, ખાલી ખિસ્સા અને
જાજરૂની લાઈને અભયના આત્મરામને એવો છંછેડયો છે કે
તેની ઈચ્છા, મહત્ત્વાકાંક્ષ્ાા સાપની જીભ પેઠે લબકારા મારી
રહી છે…
એ જ હાલાતમાં એ મંજરી સાથે લગ્ન કરે છે પણ પછી પોતાની કુનેહ, ચાલાકી, વિઝનથી એ આભને આંબવા લાગે છે, પરંતુ મંજરી હવે નાખુશ છે.
સૌમ્ય જોષ્ાીએ લખેલી ફાડૂ એક એવી ડિફરન્ટ લવસ્ટોરી છે કે જેને આજ સુધી આપણે જોઈ નથી. ર૦રરના ડિસેમ્બરમાં ઓન એર થયેલી વિષ્ો લખવાનું ખાસ કારણ એ કે અહીં પ્રેમનું નહીં, વૃત્તિ અને અભાવનું પાગલપન છે.
અહીં સ્નેહ કે પ્રેમનો નહીં, પણ લકઝરી અને કમ્ફર્ટનો લગાવ છે. ફાડૂ કોલેજના યુવક-યુવતીની પ્રેમકથા નથી પણ વિચાર અને વૈભવ, કલા અને કલદારનાં ટકરાવની પ્રેમકથા છે. અભય પર પૈસાનું પ્રેત સવાર છે તો મંજરી (સૈયમી ખેર) ને પ્રેમી-પતિ ગુમાવ્યાનો રંજ છે.
સાતેક કલાકની અવધિ ધરાવતી ફાડૂ વેબસિરીઝમાં આમ જુઓ તો બધું ફિલ્મી છે પણ તેની પ્રસ્તુતિ એકદમ વાસ્તવિક છે. ફાડૂમાં છે એવા પિતા-પુત્રી કે બીજા ટર્ન કે ટવિસ્ટ ફિકશન જેવા છે પણ એ જોવાની મજા આવે છે અને એ નેકસ્ટ લેવલ પર તમને થ્રો કરે છે.
પર્સનલી માનું છું કે ફાડૂ વેબસિરીઝમાં ડિરેકટર અશ્ર્વિની ઐય્યર તિવારી કરતાં મહત્ત્વનું કામ લેખક સૌમ્ય જોષ્ાીનું છે. સૌમ્ય જોષ્ાીનું લેખન ઉચ્ચસ્તરનું છે અને તેમાં વ્યંગ, ફિલોસોફી, પંચ, કાવ્યાત્મક્તા ભરપૂર માત્રા છે. સંવારો ફાડુનો પ્લસ પોઈન્ટ છે અને એક લેખ માત્ર ફાડુ ના ડાયલોગ પર લખી શકાય તેવા પાવરફૂલ છે. અહીં માત્ર એક સેમ્પલ જોઈએ.
પિયક્કડ મોટા ભાઈ સાથે નાનો ભાઈ દારૂ પીવા માટે ઝૂંપડપટૃીના પુલની પાળી પર બેઠો છે ત્યારે ઓટો રિક્ષ્ાા લઈને પિતાને આવતાં એ જુએ છે.
પિતા દારૂડીયા મોટા પુત્રને શોધવા નીકળ્યો છે, એ જોઈને મોટો ભાઈ બોલે છે : બેટા ક્તિના હી બડા નાલાયક ક્યોં ન હો? બાપ ઉસસે ભી જ્યાદા કમિના હોતા હ.ૈ
બાપની કાળજીને કમિનાપન ગણાવતી આ જબાન ફાડુ વેબસિરિઝને એકસ્ટ્રા ઓર્ડિનરી બનાવે છે.