ટોપ ન્યૂઝનેશનલ

‘ભારત દર વર્ષે રેલવે ટ્રેક પર એક સ્વિટ્ઝર્લેન્ડ જોડે છે’ જાણો શા માટે રેલવે પ્રધાને કરી મોટી વાત?

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. લોકસભાની ચૂંટણી બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. વચગાળાના બજેટને લઈને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેની કામગીરી અંગે સૌથી મોટી વાત કરી હતી. રેલવે પ્રધાને કહ્યું હતું કે ભારત વ્યવહારિક રીતે દર વર્ષે તેના રેલવે નેટવર્કમાં સ્વિટ્ઝર્લેન્ડનો ઉમેરો કરી રહ્યું છે.’ આવું તેણે શા માટે કહ્યું તેની પાછળ તેનો તર્ક પર એટલો જ રસપ્રદ છે.

તેમની ખાસ મુલાકાતમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવે છે કે આજે બજેટમાં મંજૂર થયેલા ત્રણ કોરિડોરમાં 40 હજાર કિલોમીટરના નવા ટ્રેક ઉમેરવામાં આવશે. મતલબ કે જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડનું સંયુક્ત નેટવર્ક છથી આઠ વર્ષમાં દેશમાં ઉમેરાશે. તેનું મહત્વ સમજો, ટ્રેનમાં વધુ ટ્રેક હશે, તો જ તમે વધુ ગાડીઓ ચલાવી શકશો.

આજે એક વર્ષમાં લગભગ 700 કરોડ લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. આના કરતા પણ માંગ વધારે છે. તો ઝીરો વેઇટિંગ લિસ્ટમાં કેવી રીતે પહોંચવું, તેના માટે વધુને વધુ નવા ટ્રેક બનાવવામાં આવે, વધુને વધુ નવી ટ્રેનો બનાવવામાં આવે, સારી ટેક્નોલોજી લાવવામાં આવે, નવી સેફ્ટી સિસ્ટમ રજૂ કરવામાં આવે તે જરૂરી છે.

નાણાકીય વર્ષના અંત સુધીમાં 5,500 કિમીના નવા રેલવે ટ્રેક નાખવામાં આવશે તેવી આશા વ્યક્ત કરતા કેન્દ્રીય રેલવે પ્રધાને જણાવ્યું હતું કે ભારત દર વર્ષે તેના રેલવે નેટવર્કમાં વ્યવહારિક રીતે એક સ્વિટ્ઝર્લેન્ડ ઉમેરી રહ્યું છે. જો જે અંદાજો અલગ-અલગ છે, સ્વિટ્ઝર્લૅન્ડનું સમગ્ર રેલ્વે નેટવર્ક આશરે 5,200 કિલોમીટર લાંબુ છે.

રેલવે પ્રધાને કહ્યું હતું કે ભારતે ગયા વર્ષે 5,200 કિલોમીટરના રેલવે ટ્રેક નાખ્યા હતા અને આ વર્ષે 5,500 કિલોમીટર વધુ ઉમેરવાની રાહ પર છે. તેમણે એમ પણ કહ્યું કે અગાઉની સરકારોની જેમ તેમની સરકારની પ્રાથમિકતા સુરક્ષા પર રહી છે. રેલવેમાં સરકારના રોકાણ અંગેના પ્રશ્ન પર અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અગાઉ જ્યાં બજેટમાં 15-15 હજાર રૂપિયાનું સમર્થન મળતું હતું, મોદીજીએ તેને વધારીને 2 લાખ 52 હજાર કરોડ રૂપિયા કરી દીધું છે.

યુપીએ અને કોંગ્રેસ સરકારના સમયમાં રેલવે બજેટની ઉપેક્ષા કરવામાં આવી હતી. તે સમયે રેલવેને માત્ર દૂધ આપનારી ગાય સમાન માનવામાં આવતું હતું. મોદીજીએ છેલ્લા 10 વર્ષમાં 26 હજાર કિલોમીટરના નવા રેલવે ટ્રેક ઉમેર્યા છે. ગયા વર્ષે, 5200 કિલોમીટરના નવા ટ્રેક ઉમેરવામાં આવ્યા હતા, એટલે કે, સ્વિટ્ઝર્લેન્ડના કુલ નેટવર્ક જેટલા ટ્રેક એક વર્ષમાં ઉમેરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button