જ્યારે Aishwarya Rai Bachchanએ Jaya કે Brindaને નહીં પણ આ એક્ટ્રેસને મા કહીને બોલાવી…
બચ્ચન પરિવાર બોલીવુડના મોસ્ટ પોપ્યુલર અને પાવરફુલ ફેમિલીમાંથી એક છે અને આ જ બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે માતા વૃંદા રાય અને જયા બચ્ચનને છોડીને કઈ એક્ટ્રેસને મા કહીને બોલાવી હતી? થોડી ધીરજ ધરો આજે અમે અહીં તમને આ ખૂબ જ ઓછા જાણીતા પણ ચર્ચાયેલા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો, સમય વેડફ્યા વિના જોઈએ શું છે આ આખો કિસ્સો અને કોણ છે એ એક્ટ્રેસ…
વાત જાણે એમ છે કે બોલીવુડની ઉમરાવજાન રેખાને લઈને Mrs. Bachchan ખૂબ જ ઇનસિક્યોર છે એ વાત તો આપણામાંથી ઘણા લોકો જાણે જ છે, પણ એ વાત પણ દીવા જેવી સ્પષ્ટ છે કે બચ્ચન પરિવારના બાળકો રેખાને ખૂબ જ પસંદ કરે છે. એટલું જ નહીં પણ જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન પિતા અમિતાભ બચ્ચનની સામે જ રેખાને કિસ કરી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન પણ પતિના પગલે પગલે રેખાને માતાનો દરજ્જો આપ્યો હતો અને એ પણ જાહેરમાં…
વાત એક એવોર્ડ ફંક્શનની છે. સ્ટાર્ટસ એવોર્ડ ફંક્શનમાં ઐશ્વર્યાને ફિલ્મ જઝબા માટે પાવરપેક પર્ફોર્મરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ઐશ્વર્યાને રેખાને હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો અને એ સમયે કંઈક એવું કંઇક બન્યું હતું કે લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.
આ એવોર્ડ લીધા બાદ જ્યારે વોટ ઓફ થેન્કસની સ્પિચ આપતી વખતે ઐશ્વર્યાએ કહ્યું હતું કે માતાના હાથે એવોર્ડ મળે એ ખરેખર ખુબ જ સ્પેશિયલવાળી ફિલિંગ છે. ઐશ્વર્યાના મોઢે રેખા માટે માતા જેવું સંબોધન સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા હતા. ઓડિયન્સમાં અમિતાભ બચ્ચન પણ બેઠા હતા અને તેઓ ખુદ પણ પુત્રવધૂના મોઢે રેખા માટે માતાનું સંબોધન સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
છેલ્લા કેટલાક સમયથી બચ્ચન પરિવારમાં બધું સમુસુતરું નથી ચાલી રહ્યું અને દરરોજ નવી નવી વાતો અને ચર્ચાઓ સાંભળવા મળે છે. વહુરાણી ઐશ્વર્યા બચ્ચન પણ લાંબા સમયથી બચ્ચન પરિવારથી દૂર પોતાના પિયરમાં માતા વૃંદા સાથે રહે છે.