ટોપ ન્યૂઝનેશનલ

‘દેશમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે…’ RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદન

જયપુર: આજે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024 માટે વચગાળનું બજેટ રજુ કર્યું હતું. ત્યારે બીજી તરફ રાજસ્થાનના પાટનગર જયપુરમાં આજથી શરૂ થઈ રહેલા જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF)માં RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે ભારતમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે. છેલ્લા દસ વર્ષમાં રોજગારનો ગ્રાફ નીચે આવ્યો છે. જયપુરની ક્લાર્ક્સ આમેર હોટેલ ખાતે આજથી JLF ની 17મી આવૃત્તિ શરૂ થઈ છે.

રઘુરામ રાજને ફ્રી યોજનાઓ પર થઈ રહેલી રાજનીતિ અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે રાજકીય પક્ષોને લાગે છે કે મફત યોજનાઓ અને સીધો લાભ આપવાથી રાજકીય લાભ મળે છે. પરંતુ તેના બદલે શિક્ષણ પર વધુ ધ્યાન આપવું જોઈએ.

રાજને કહ્યું કે આપણા દેશમાં બે ભારત છે. આમાં એક એવું છે જે ચીન કરતાં પણ વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યારે બીજું ભારત એવું છે, જ્યાં 80 કરોડ લોકોને ફૂડ પેકેટ આપવા પડે છે. આપણે કૌશલ્ય, શિક્ષણ અને તબીબી ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

આ પ્રસંગે તેમણે હળવા સ્વરમાં કહ્યું કે અત્યાર સુધી મને સહન કરવા બદલ આપ સૌનો આભાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button