નેશનલ

Budget 2024: આખા બજેટમાં ટેક્સ શબ્દનો ઉપયોગ 42 વાર કર્યો, પણ ટેક્સમાં રાહત ન આપી

નવી દિલ્હીઃ આજે નાણા પ્રધાન નિર્મલા સિતારમણે વચગાળનું બેજટ રજૂ કર્યું. ચૂંટણી વર્ષને લીધે પૂર્ણ બજેટ રજૂ કરાયું નથી, પરંતુ સિતારમણના ભાષણમાં એ વિશ્વાસ દેખાઈ રહ્યો હતો કે આવનારી ચૂંટણી બાદ પણ મોદી સરકાર સત્તા પર રહેશે અને આખું બજેટ રજૂ કરશે. જોકે આજે બજેટમાં સિતારામણે ખાસ કોઈ જાહેરાત કરી ન હતી.

ચૂંટણી વર્ષ દરમિયાન ટેક્સમાં રાહત મળવાની આશા હતી, પરતુ ટેક્સ સ્લેબમાં કોઈ ઘટાડો-વધારો જાહેર કરાયો નથી. જોકે તેમ છતાં સિતારમણે ટેક્સ શબ્દનો ઉપયોગ 42 વાર કર્યો હતો. તેમના આખા ભાષણમાં આ સૌથી વધારે વપરાયેલો શબ્દ છે. આ ઉપરાંત નીતિ, સરકાર, ભારત અનુક્રમે 35, 26 અને 24 વાર વપરાયા છે. મહિલા શબ્દનો ઉપયોગ 19 વાર તો કિસાન શબ્દનો ઉપયોગ 15 વાર થયો છે.

સામાન્ય બજેટ કરતા બજેટ નાનું હોય ભાષણ પણ નાનું જ રહ્યું હતું. આ સાથે દર વખતે લાલ, કેસરી કે પીળા શેડની સાડી પહેરી આવતા નાણાં પ્રધાન બ્લુ રંગની સાડીમાં આવ્યા હતા. તેમનાં ભાષણમાં મોદી સરકારની દસ વર્ષની સિદ્ધિ અને કામકાજના ગૂણગાન હતા. તેમણે વિવિધ ક્ષેત્રમાં સરકારે કરેલી કામગીરીનો અહેવાલ આંકડાઓ સાથે આપ્યો હતો. આ સાથે આવનારા સમયમાં સરકાર કઈ રીતે દેશને આર્થિક સદ્ધરતા તરફ આગળ લઈ જવા માગે છે તેનો ચિતાર આપ્યો હતો.
લગભગ એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે મોદી સરકાર આખું બજેટ રજૂ કરશે કે નહીં તે તો જનતા જ નક્કી કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button