નેશનલ

બિહારમાં હવે આ મુદ્દે ધમાલઃ પોલીસને લાઠીચાર્જ કરવાની પડી ફરજ

પટના: બિહાર બોર્ડની બારમા ધોરણની પરીક્ષા પહેલી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. બિહારના મધેપુરા અને કૈમૂર જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલા અમુક વિદ્યાર્થીઓનું બોર્ડનું પેપર છૂટી જતાં હંગામો થયો હતો. પરીક્ષા કેન્દ્ર પર માત્ર એક મિનિટ માટે મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેતા વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. આ વાતનો વિરોધ કરતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ મધેપુરામાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પોલીસે લાઠીચાર્જ કરતાં પરિસ્થિતિથી વકરી હતી.

બારમા ધોરણની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે, જેમાં આજે સવારે 9.30 વાગ્યાથી બપોરે 12.45 વાગ્યા સુધી અને બપોરે 2.00 વાગ્યાથી સાંજે 5.15 વાગ્યા સુધી આમ બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાના પહેલા દિવસે પહેલી શિફ્ટમાં બાયોલોજી અને ફિલોસોફી અને બીજી શિફ્ટમાં અર્થશાસ્ત્રનું પેપર હતું. બોર્ડની પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓને 30 મિનિટ પહેલા એક્ઝામ સેન્ટરમાં પહોંચવાનો આદેશ આપ્યો હોવા છતાં વિદ્યાર્થીઓ મોડા પડ્યા હતા.

બિહારના મધેપુરામાં આવેલી એક કોલેજના એક્ઝામ સેન્ટરમાં આપવામાં આવેલા સમયથી એક મિનિટ મોડેથી પહોંચતા 100 કરતાં વધુ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવાથી અટકાવવામાં આવ્યા હતા. આ ઘટના અંગે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે મોડેથી આવેલા દરેક વિદ્યાર્થીઓ 11 વાગ્યા સુધી પરીક્ષામાં બેસવામાં દેવામાં આવે એવી અરજી કરી રહ્યા હતા. પ્રશાસન દ્વારા અમને પ્રવેશ નકારવામાં આવતા અમારા ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે એવો આરોપ પણ વિદ્યાર્થીઓએ લગાવ્યો હતો.

પરીક્ષાનું પેપર છૂટી જતાં વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્તિ કરી હતી અને તેમણે કહ્યું કે અમે બે કલાક પહેલા ઘરેથી નીકળ્યા હતા, પણ ટ્રાફિક અને ઠંડીને લીધે અમને થોડું મોડું થયું હતું, એક્ઝામ સેન્ટરમાં પ્રશાસનને વારંવાર અરજી કર્યા છતાં અમારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. આ વાતની જાણ થતાં વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પણ ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે પોલીસ દ્વારા પ્રદર્શન કરતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પરીક્ષાનું પેપર છૂટી જતાં વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે કહ્યું હતું કે અમે બે કલાક પહેલા ઘરેથી નીકળ્યા હતા, પણ ટ્રાફિક અને ઠંડીને લીધે અમને થોડું મોડુ થયું હતું, એક્ઝામ સેન્ટરમાં પ્રશાસનને વારંવાર અરજી કર્યા છતાં અમારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. આ વાતની જાણ થતાં વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પણ ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે પોલીસ દ્વારા પ્રદર્શન કરતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મધેપુરા સાથે કૈમુર જિલ્લાના મોહનીયમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જેમાં મોડેથી આવવા બદલ 10 જેટલા વિદ્યાર્થીનું પેપર છૂટી ગયું હતું. આ શહેરમાં છ પરીક્ષા કેન્દ્ર હતા, જ્યાં 4200 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપવાના હતા, પણ અમુક વિદ્યાર્થીઓ મોડેથી આપતા તેમને પરીક્ષામાં પ્રવેશ નકારવામાં આવ્યો હતો. આ બાબતે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે તે માત્ર 10 મિનિટ મોડેથી પહોંચ્યો હતો ત્યાં રહેલા પોલીસ અધિકારીઓને વિનંતી કર્યા છતાં તેમણે અમને અંદર ન લીધા હતા જેથી અમારું પેપર છૂટી ગયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button