બજેટ સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટની પ્રેસ કોન્ફરન્સ
રાજકોટ: સમગ્ર દેશ આજે જેની રાહ જોઈ રહ્યું હતું તે બજેટ આવી ગયું છે અને નાણામંત્રીને દેશભરના અર્થશાસ્ત્રીઓ અને તજજ્ઞ સાબાશી તથા ટીકાની મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સંજોગોમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ની એક પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રત્યાઘાતો સામે આવ્યા તે પ્રમાણે…
આજનું બજેટ નહિ નફો નહિ નુકશાન જેવું છે.
બજેટમાં ટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ સંદર્ભે સામાન્ય માણસોની અપેક્ષા ન સંતોષાયાનો અફસોસ પણ છે.
લઘુ ઉદ્યોગને લઈ ફાયદો કરાવવામાં આવશે તે પ્રકારનું નાણાં મંત્રીએ કહ્યું છે. એટલે દર વખતની જેમ આ વખતે પણ લઘુ ઉદ્યોગકારોએ રાહ જોવી પડશે.
વચગાળાના બજેટમાં કોઈ નવા ટેક્ષ નાખવામાં નથી આવ્યા. જે સંદર્ભે થોડો સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ખરેખર આ ઇન્ટરીમ બજેટ છે.જુલાઈમાં પૂર્ણ બજેટ આવશે ત્યારે સાચો ખ્યાલ આવશે. આગામી દિવસોમાં દેશભરનાં અર્થશાસ્ત્રીઓની પ્રતિક્રિયાઓ અને નિષ્ણાતોના મત પ્રમાણે અને ચૂંટણીને ધ્યાનમાં રાખી ફેરફારો કરવામાં આવે શક્યતાઓ સમાયેલી છે.
ખેડૂત માટે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવશે તેનો ચોક્કસ આંકડો સામે નથી આવ્યો.
લઘુ ઉદ્યોગને કયો અને કેટલો ફાયદો કરાવવામાં આવશે તે અંગે સ્પષ્ટીકરણ નથી
સોલારના માધ્યમથી સૌર ઊર્જાને વેગ આપવાનું પગલું આવકારદાયક ગણાવાયું છે.
નવા ફાયદાઓ અંગે વચગાળાના બજેટમાં જોગવાઈ નથી.
ફાર્મા સેક્ટરમાં હજુ સ્પષ્ટતા થઈ નથી પરંતુ આરોગ્ય ક્ષેત્રમાં નવી મેડિકલ કોલેજો તથા વિસ્તૃત રસીકરણ ની બાબતો આવકારદાયક છે.
આમ જુઓ તો આ બજેટ માં ઘણા ફેરફાર થઈ શકે છે. સામાન્ય વર્ગની લાગણી એવી છે કે મોંઘવારી ઘટે રોજગારી વધે આરોગ્ય શિક્ષણ અને જરૂરિયાતોની ચીજવસ્તુના ભાવ ઘટે તેવા પ્રયત્નો થવા જોઈએ.