ધર્મતેજનેશનલરાશિફળ

ફેબ્રુઆરીમાં આટલા દિવસ રહેશે આ ખાસ યોગ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા શુભ યોગ અને નક્ષત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ નક્ષત્રો અને ગ્રહો મળીને સારા અને ખરાબ યોગ રચે છે. આ તમામ યોગમાંથી એક યોગ છે સર્વાર્થ સિદ્ધિ યોગ. આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે આખરે કઈ રીતે બને છે આ યોગ અને તેનું મહત્ત્વ શું છે-

જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર સર્વાર્થ સિદ્ધિ યોગ વાર અને નક્ષત્રોના સંયોજનથી બને છે અને એવું માનવામાં આવે છે કે આ યોગમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરી શકાય છે. જ્યોતિષાચાર્યોના મતે આ યોગમાં મિલકત, વાહન વગેરેની ખરીદી કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વર્ષો જૂની માન્યતા અનુસાર આ યોગમાં કરવામાં આવેલા તમામ કામ ચોક્કસપણે સફળ થાય છે અને આ ઉપરાંત આ યોગમાં નવા ધંધાની શરૂઆત કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને પ્રોપર્ટી, જ્વેલરી વગેરે ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંગળવાર અને શનિવારે આ યોગમાં લોખંડ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. ચાલો જોઈએ ફેબ્રુઆરીમાં કયા કયા દિવસે આ સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે-

પાંચમી ફેબ્રુઆરી, સોમવાર, 07:07:19 થી 07:54:40 સુધી

નવમી ફેબ્રુઆરી, શુક્રવાર, 07:04:38 થી 23:30:02 સુધી

તેરમી ફેબ્રુઆરી, મંગળવાર, 07:01:38 થી 12:36:16 સુધી

પંદરમી ફેબ્રુઆરી, ગુરુવાર, 07:00:01 થી 09:26:36 સુધી

સત્તરમી ફેબ્રુઆરી, શનિવાર, 08:46:52 થી 30:57:28 સુધી

ઓગણીસમી ફેબ્રુઆરી, સોમવાર, 06:56:34 થી 10:33:50 સુધી

બાવીસમી ફેબ્રુઆરી, ગુરુવાર, 06:53:49 થી 16:44:13 સુધી

પચ્ચીસમી ફેબ્રુઆરી, રવિવાર, 25 ફેબ્રુઆરી 25:25:26 થી 30:49:56 સુધી

અઠ્ઠ્યાવીસમી ફેબ્રુઆરી, બુધવાર, 06:47:56 થી 07:34:10 સુધી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button