નેશનલવેપાર

Budget 2024: લક્ષદ્વીપમાં ટૂરિઝમ ડેવલપમેન્ટ સહિત આ પ્લાન્સ છે મોદી સરકારના

નવી દિલ્હીઃ થોડા સમય પહેલા ભારત અને માલદીવ વચ્ચે રાજકીય ગરમાગરમી સર્જાઈ હતી. આ પાછળનું કારણ લક્ષદ્વીપની સુંદરતા હતી. લક્ષદ્વીપમાં પણ માલદીવ જેવા બિચ છે અને અહીં પણ પર્યટન વિકસિત થઈ શકે છે તે વાત ભારતના હજારોની સંખ્યામાં આવતા પર્યટકોથી માલામાલ થઈ રહેલા માલદીવને ન પરવડતા તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિશે આપત્તિજનત ટીપ્પણી કરી હતી. તે બાદ આ મામલો ખૂબ જ ગરમાયો હતો અને બોલીવૂડ સહિત સૌ કોઈ લક્ષદ્વીપમાં ટૂરિઝમને સપોર્ટ કરવાના મૂડમાં આવી ગયા હતા. ટૂરિઝમ ડેવલપમેન્ટના હંમેશાં હિમાયતી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વચગાળાના બજેટમાં પણ આનો ઉલ્લેખ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે માળખાકીય અને પ્રવાસન સુવિધાઓમાં ફાળવવવામાં આવતા નાણામાં 11 ટકાનો વદારો કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું અને લક્ષદ્વીપમાં વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવશે, તેમ પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે, અમે બાયોફ્યુઅલ માટે ખાસ સ્કીમ લાવ્યા છીએ. જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે. રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે.


ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે. પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 75 હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. FDI પણ 2014 થી 2023 સુધી વધ્યું છે. સુધારા માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. જોકે આ વચગાળાનું બજેટ હોઈ ક્યા પ્રોજેક્ટ્સ માટે કેટલા નાણાં અને કેવી જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી ન હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત