વેપાર
કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં જળવાતી આગેકૂચ
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરના ભાવ સાધારણ દબાણ હેઠળ રહ્યાના અહેવાલ છતાં એકંદરે અન્ડરટોન મજબૂત રહેતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપર અને બ્રાસની વેરાઈટીઓ ઉપરાંત એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ.એકથી છનો સુધારો આવ્યો હતો. જોકે, આજે એકમાત્ર ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવમાં વધુ કિલોદીઠ રૂ. સાતનો ઘટાડો આવ્યો હતો અને અન્ય તમામ ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.