નેશનલ

બારામુલ્લાના ઉરી વિસ્તારમાં વાહન ખીણમાં ખાબકતાં સાતનાં મૃત્યુ

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: બારામુલ્લા જિલ્લાના ઉરીમાં એક વાહન બરફાચ્છાદિત રસ્તા પરથી સરકીને ખાઈમાં પડી જતાં સાત જણાનાં મૃત્યુ થયા હતા અને બીજા આઠ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની શકયતા છે. સુરક્ષા દળના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઊંડી ખીણમાં પડવાથી આ વાહન ખૂબ જ ક્ષતિગ્રસ્ત થયું હતું.

દુર્ઘટનાસ્થળે તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં થયેલી બરફ વર્ષાને કારણે રસ્તા લપસણા થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને ઈલાજ માટે બારામુલ્લાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button