આમચી મુંબઈ
આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન મળ્યા ઉદ્ધવને
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આરબીઆઈ (રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયા)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન બુધવારે શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળવા માટે ગયા હતા. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પર આની માહિતી આપતાં કહ્યું હતું કે તેઓ માતોશ્રી ખાતે તેમને આવકારી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે રઘુરામ રાજન વડા પ્રધાન મોદી સરકારની આર્થિક નીતિઓના કટ્ટર ટીકાકાર છે. તેઓ ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મી ઠાકરે, પુત્રો આદિત્ય અને તેજસને મળ્યા હતા.