લેટ્સ ક્રશ ઈટ…
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર
નેચરલ કોટન ફેબ્રિક પર ખૂબ જ સુંદર લાગતી એક સ્ટાઇલ એટલે ક્રશ ઇફેક્ટ. ક્રશ ફેબ્રિકમાંથી બનાવેલા ગારમેન્ટ જો બરાબર રીતે પહેરવામાં આવે તો ગ્રેસફુલ લાગે છે અને જો બરાબર સ્ટાઇલિંગ કરવામાં ન આવે તો હાસ્યાસ્પદ લગાય છે.
ક્રશ એ એક ફેબ્રિકને અપાતી એક સ્ટાઇલ છે- એક ઇફેક્ટ છે. ફેબ્રિકન ેક્રશ ઇફેક્ટ આપવામાં આવે છે ત્યારે ફેબ્રિકને એક ટેક્સ્ચર મળે છે. ફેબ્રિક ભરેલું લાગે છે. ફેબ્રિકમાં ક્રશ ઇફેક્ટ ઘણા ઓછાને સમજાય છે અને ઘણા ઓછાની પસંદ હોય છે.એમ કહી શકાય કે ક્રશ ઇઝ ફોર કલાસ નોટ ફોર માસ…એ બધાની પસંદગી હોતી નથી. ખાસ કરીને પ્યોર કોટન નેચરલ ફેબ્રિકમાં ક્રશ ઇફેક્ટ આપવામાં આવે છે.
ચાલો જાણીયે ક્રશ ઇફેક્ટ કઈ રીતે કરવામાં આવે છે…
સૌ પ્રથમ પ્યોર કોટન ફેબ્રિક સિલેક્ટ કરવું. ત્યાર બાદ ફેબ્રિકને સામ સામે પકડવું અને હાલ્ફ ઇંચ જેટલી નાની નાની પ્લીટ્સ લેવી અને બન્ને બાજુ ટાકા લઇ લેવા જેથી કરી પ્લીટ્સ ખૂલી ન જા.આમ તો ક્રશ ઇફેક્ટ આપવા માટે એક ચોક્કસ કેમિકલનો ઉપયોગ થાય છે,પરંતુ સ્ટાર્ચનું લિકિવડ બનાવી તે પ્લીટ્સ પર છાંટી દેવું અથવા તો પેહલા પ્લીટ્સ પર ઈસ્ત્રી ફેરવી દેવી અને પછી સ્ટાર્ચનું પાણી છાંટવું .અને ત્યાર બાદ ફેબ્રિકને આખું ટવિસ્ટ કરી બાંધી દેવું.જો તમને વધારે ક્રશ ઇફેક્ટ જોઈતી હોય તો ટ્વિસ્ટેડ ફેબ્રિકને સ્ટીમ આપવી. આમ તો ક્રશ ઈફેક્ટમાં ઘણા ગારમેન્ટ આવે છે, પરંતુ પહેરવાવાળો વર્ગ ખૂબ ઓછો છે.
અપ્પર વેર
કમરની ઉપર જે વસ્ત્ર પહેરાય તેને અપ્પર વેર કહેવાય એટલે કે કુર્તી, શર્ટ, ટોપસ કે જો તમારું શરીર સુડોળ હોય તો જ ક્રશ ઈફેક્ટની કુર્તી પહેરવી, કારણકે ક્રશ ઇફેક્ટવાળી કુર્તીને જો હાથમાં પકડીએ તો તે સીધી લાગે છે એટલે કે શેપલેસ લાગે છે, પણ જો તમારું શરીર ભરેલું હોય તો ક્રશ ઇફેક્ટ- વાળી કુર્તી તમારા શરીરનો શેપ લઇ લેશે અને ખૂબ ખરાબ લાગશે.તેથી પલ્સ સાઈઝની મહિલાએ ક્રશ ઇફેક્ટવાળી કુર્તી પહેરવી નહીં. ક્રશ ફેબ્રિક વાપરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે, ફેબ્રિકને કલીમાં જોડવામાં આવે. જેટલી કળી વધારે હશે તેટલું તમારું ગારમેન્ટ ગ્રેસફુલ લાગશે. જો તમારે ક્રશ ઇફેક્ટવાળી કુર્તી પહેરવી હોય તો યોકમાં કોન્ટ્રાસ્ટ કલરનું ફેબ્રિક અથવા સેલ્ફ ટુ સેલ્ફ ફેબ્રિક વાપરવું અને નીચે ઘેરામાં ક્રશ ફેબ્રિક કળીમાં જોઈન્ટ કરી વાપરવું. આ કુર્તી કોઈ પણ એજ-આયુની મહિલા પહેરી શકે, જયા પણ ક્રશ ફેબ્રિક કળીમાં વાપરવામાં આવે ત્યારેએ ઘેરામાં કોન્ટ્રાસ્ટ કલરનો પટ્ટો અથવા પટ્ટી નાખવી ડીપેન્ડિંગ કે તમારી કુર્તીની સ્ટાઇલ કઈ છે. કાઈ જ ન સુજે તો ગોલ્ડન પટ્ટો કે પટ્ટી નાખવી જેથી કરી કુર્તીને એક ફિનિશ લુક મળે.
બોટમ વેર
કમરથી નીચે જે વસ્ત્ર પહેરવામાં આવે તેને બોટમ વેર કહેવાય, જેમાં સલવાર, પેન્ટ અને સ્કર્ટનો સમાવેશ થાય. ક્રશ ઇફેક્ટવાળા સલવાર ખુબ ઓછા જોવા મળે છે. જો ક્રશ ઇફેક્ટવાળા સલવાર પહેરવા હોય તો કુર્તો શોર્ટ રાખવો, જેથી કરી સલવારમાં જે ક્રશ ઇફેક્ટ આપી છે તે દેખાય અથવા તો ક્રશ ઇફેક્ટ- વાળો સેમી પટિયાલા સલવાર બનાવી શકાય. જો કે હવે ઘણી સ્ત્રીઓ સલવાર પહેરવાનું ટાળે છે. કોટન લિનન પેન્ટમાં ક્રશ ઇફેક્ટ ખુબ જ સ્માર્ટ લુક આપે છે. આવા પેન્ટ યન્ગ યુવતી પર વધારે સારા લાગે છે. આ પેન્ટ સાથે ક્રોપ ટોપ કે ટેન્ગ ટોપ મિક્સ એન્ડ મેચ કરી પહેરી શકાય.
માર્કેટમાં ક્રશ ઇફેક્ટવાળા સ્કર્ટ્સ પણ મળે છે. રેડી અને અનસ્ટીચ.રેડી ક્રશ સ્કર્ટ્સમાં એટલો ઘેરો નથી હોતો. જો કળી વાળા સ્કર્ટ્સ હોય તો તેમાં થોડો ઘણો ઘેરો જોવા મળે છે. ડિપેન્ડસ કે કઈ ટાઈપ અને પેટર્નનું સ્કર્ટ છે. જે અનસ્ટીચ ક્રશ સ્કર્ટ મળે છે તેમાંથી ઘણી નવી વસ્તુ બનાવી શકાય. સરત માત્ર એટલી જ કે તમારામાં આગવી ફેશન સૂઝ હોવી જોઈએ. અન્સ્ટીચ ક્રશ ફેબ્રિકમાંથી સ્કર્ટ, ઘાગરા, કલીદાર ડ્રેસ અથવા ગાઉન વગેરે બનાવી શકાય. જો તમે લાંબા પાતળા હો તો જ ક્રશ ફેબ્રિકના કપડાં પહેરવા. ક્રશ ફેબ્રિક થોડું ફુલેલું રહે છે જેથી જો તમારું શરીર ભરેલું હશે તો તમને વધારે જાડા લાગવાનો આભાસ થશે, પરંતુ તમે બોટમ વેર તરીકે ક્રશ સ્કર્ટ કે ઘાઘરો પહેરી શકો. સૌપ્રથમ તો અનસ્ટીચ ક્રશ ફેબ્રિકમાં કેટલો ઘેરો છે તે જોવું, ત્યારે બાદ જો તમારું શરીર સુડોળ હોય તો તમને ૫ મીટર ઘેરા વાળા ફેબ્રિકમાંથી સ્કર્ટ બનાવી શકો . ઈન્ડો વેસ્ટર્ન લુક માટે આ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ કે ટેન્ગ ટોપ પેહરી શકાય અથવા ઈન્ડિન લુક માટે સ્કર્ટ સાથે હિપ લેન્થ કે, કની લેન્થ અથવા કાફ લેન્થ કુર્તી પહેરી શકાય ડિપેન્ડિંગ તમારી હાઈટ કેટલી છે. હાઈટ વાઇસ તમે કુર્તીની લેન્થ સિલેક્ટ કરી શકો. જો તમારું શરીર ભરેલું હોય તો૨સ્કર્ટને જોઈન્ટ કરી વધારે ઘેરાવાળું સ્કર્ટ કે ઘાઘરો બનાવી શકાય.જો તમે તમારા હેવી બોડીને લીધે જો કોન્સીયસ હોવ તો તમે સ્કર્ટ અથવા ઘાઘરાને બદલે કાળીદાર ડ્રેસ અથવા ગાઉન બનાવી પહેરી શકો. ગાઉન કે ડ્રેસ બનાવવા માટે યોક વાળી ડિઝાઇન સિલેક્ટ કરવી, કોન્ટ્રાસ્ટ ફેબ્રિક અથવા સેલ્ફ ટુ સેલ્ફ ફેબ્રિકનો ઉપયોગ પણ યોકમાં કરી શકાય જેથી થોડું અલગ લાગશે. જો તમને પોતાને કોન્ફિડન્સ ના હોય કઈ નવું ટ્રાય કરવાની તો કોઈનું જોઈને આંધળું જોઈને અનુકરણ કરવું નહીં.
ક્રશ દુપટ્ટા
ક્રશના દુપટ્ટા મોટે ભાગે એક એડ ઓન લુક માટે વપરાતા હોય છે. જો તમે બ્લેક એન્ડ બ્લેક ડ્રેસ પહેર્યો હોય તો તેની સાથે એક સ્ટેટમેન્ટ નેકલેસ અને બેજ અથવા મરૂન કલરનો ક્રશનો દુપટ્ટો પેહરી એક કમ્પ્લીટ લુક આપી શકાય. ક્રશનો દુપટ્ટો પહેરતી વખતે ધ્યાન એટલું જ રાખવું કે તેને પ્રોપરલી ડ્રેપ કરવો એટલે કોઈ સ્ટાઈલમાં ડ્રેપ કરવો તો જ તે સારો લાગશે કારણકે ક્રશનો દુપટ્ટો આખો ટ્વિસ્ટ થયેલો હોય છે જેથી જો તમે દુપટ્ટાને માત્ર એક શોલ્ડર પર રાખશો તો જોવામાં સારો નહીં લાગે અને જો તમારે શોલ્ડર પર જ દુપટ્ટો રાખવો હોય તો ક્રશ દુપટ્ટાને થોડો ખોલી નાખવો અને હલકી ઈસ્ત્રી ફેરવી દેવી. જેથી કરી દુપટ્ટો થોડો પોહળો લાગશે. ક્રશના દુપટ્ટા તો પુરુષો પણ પહેરે છે. કુર્તા કે શર્ટ પર.
નોંધ: કઈ પણ નવું ટ્રાય કરતી વખતે, તમારા બોડી ટાઈપ અને સ્કિન ટોનને આધારે સ્ટાઇલ અને કલરની પસંદગી કરવી. આંધળું અનુકરણ કરશો નહીં…