આપણું ગુજરાત

ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ ૧૧૫ કરોડનું હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત રાજ્યનું બજેટ તા.૨જી ફેબ્રુઆરીએ રજૂ થશે. લોકસભા ચુંટણી પહેલા રાજ્યનું બજેટ રજૂ થશે. જેમાં તા.૧લી ફેબ્રુઆરીથી તા.૨૯મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યનું બજેટ સત્ર ચાલશે. ગુજરાત સરકાર દ્વારા ત્રણ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. એટલે કે ૧૧૫ કરોડથી શરૂ થયેલું બજેટ આજે ત્રણ લાખ કરોડે પહોચ્યું છે. ગુજરાત સરકારનો બજેટનો પણ રોચક ઇતિહાસ છે. વર્ષ ૧૯૬૦માં ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ રજૂ થયું હતું ત્યારે બજેટનું કદ ૧૧૫ કરોડ હતું. ૧૧૫ કરોડથી ત્રણ લાખ કરોડ સુધી બજેટ કેવી રીતે પહોચ્યું એ પણ રોચક છે. વર્ષ ૧૯૬૦માં ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ રજૂ થયું હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર અગલ રાજ્ય બન્યા બાદ ગુજરાતમાં સ્થાયી સરકાર બની હતી. આ સરકારના પ્રથમ મુખ્ય પ્રધાન જીવરાજ મહેતા બન્યા હતા. ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. એ વખતે તેઓ મુખ્ય પ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. જોકે તે સમયે બજેટનું કદ ૧૧૫ કરોડ રૂપિયા હતું. તા.૨૨ મી ઓગસ્ટ ૧૯૬૦ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયું હતું. આમ તો નાણાકીય વર્ષ માર્ચ એપ્રિલમાં શરૂ થતું હોય છે, પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ તા.૨૨મી ઓગસ્ટ ૧૯૬૦ના રજૂ થયું હતું. જેનું કારણ એ હતું કે તા. ૧લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ માસમાં રજૂ કરાયું હતું. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂ. ૧૧૫ કરોડનું હતું. જેમાં મહેસૂલી આવક રૂ. ૫૪ કરોડ ૨૫ લાખ હતી અને ખર્ચા રૂ. ૫૮ કરોડ ૧૨ લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા ત્રણ કરોડ ૮૭ લાખ હતી. ગુજરાત વિધાનસભામાં સતત ૧૮ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણા પ્રધાન વજુભાઇ વાળાના શીરે છે. તે ગુજરાતમાં સૌથી વધારે બજેટ રજૂ કરનાર નાણાં પ્રધાન છે. તેઓ કેશુભાઈ પટેલના મુખ્યપ્રધાનના કાર્યકાળમાં ૧૯૯૮થી લઈ ૨૦૦૧ સુધી અને ત્યાર બાદ વર્ષ ૨૦૦૨થી નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન ૧૮ વખત બજેટ રજૂ કર્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ નાણાપ્રધાન કનુભાઇ દેસાઇ રજૂ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button