મોડી રાતે કોની સાથે જોવા મળી Malaika Arora? વીડિયો થયો વાઈરલ…
Bollywood Actress Malaika Arora Film Industryનું એક એવું નામ છે કે જે લગભગ દરેકના હોઠે રમતું જ હોય છે. હવે આ મલાઈકા અરોરાને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી માહિતી પ્રમાણે મલાઈકા અરોરા મોડી રાતે પાર્ટી કરતી જોવા મળી હતી અને આ પાર્ટીમાં અર્જુન કપૂર નહોતો કે ન તો અરહાન ખાન આ પાર્ટીમાં દેખાયો…
તો હવં તમને સવાલ થાય એ સ્વાભાવિક છે કે જો અર્જુન કપૂર કે અરહાન નહીં તો આખરે મલાઈકા કોની સાથે પાર્ટી કરતી જોવા મળી હતી? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ…
વાત જાણે એમ છે કે મલાઈકા અરોરા બહેન અમૃતા અરોરા સાથે પાર્ટી કરી રહી હતી. આજે અમૃતા અરોરા ભલે ફિલ્મી દુનિયા અને ઈન્ડસ્ટ્રીથી દૂર છે પણ તે પોતાની ગર્લ્સ ગેંગને કારણે લાઈમલાઈટમાં રહે છે. આજે અમૃતા પોતાનો 43મો બર્થડે ઊજવી રહી છે અને એટલે જ અમૃતા કરિના કપૂર, મલાઈકા અરોરા સાથે પાર્ટી કરી રહી છે. અમૃતાએ ખુદ સોશિયલ મીડિયા પર એક ક્યુટ વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કેટલાક ફોટો ક્લબ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમૃતા અરોરા અને કરિના કપૂર-ખાન સારા મિત્રો છે.
અમૃતાની ગર્લ્સ ગેંગની પાર્ટનર મલાઈકા અરોરાએ લેટ નાઈટ સેલિબ્રેશનના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં મલાઈકાની સાથે સાથે કરિના કપૂર અને કરિશ્મા કપૂર પણ જોવા મળી રહ્યા છે. ફોટોમાં ત્રણ મોટા મોટા કેક અને બર્થડે કેપ જોવા મળી રહી છે. આ સાથે સાથે જ મલાઈકાએ એક ક્યુટ કેપ્શન આપતા લખ્યું છે કે આ અમૃતાનો બર્થડે છે તો પછી અમે લોકો કઈ રીતે શાંત રહી શકીએ… આ સાથે સાથે જ મલાઈકાએ સ્માઈલી અને હાર્ટવાળું ઈમોજી આઈકન શેર કર્યું છે.
અમૃતાના જન્મદિવસે બેસ્ટ ફ્રેન્ડ કરિના કપૂરે પણ ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે અને તેની કેપ્શનમાં લખ્યું છે જન્મદિવસ મુબારક હો અમારા દિલની ક્વીનની… હું તને ખૂબ જ પ્રેમ કરું છું અમૃતા… હંમેશા આ જ રીતે ખુશ રહો… બેબો અને અમુ…
કરિના અને મલાઈકાની આ અમૃતા અરોરાના જન્મદિવસે કરવામાં આવેલી પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. અત્રે ઉલ્લેથનીય છે કે 1981માં જન્મેલી અમૃતાએ અરોરાએ પોતાના કરિયરની શરૂઆત મલાઈકા અરોરાની જેમ જ વીડિયો જોકી તરીકે કરી હતી. 2002માં તેણે કિતને દૂર કિતને પાસ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનું ફિલ્મી કરિયર કંઈ ખાસ સફળ રહ્યું નહોતું અને તેણે બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા…