શું PMJAY યોજનાનો ડોક્ટર્સ દ્વારા બહિષ્કાર થશે?
રાજકોટ: પ્રધાનમંત્રીની સામાન્ય જનતા માટે આરોગ્ય યોજના(PMJAY)નું કાર્ડ અત્યારે માસ્ટર સ્ટ્રોક જેવું કાર્ય કરે છે. લોકોને આ કાર્ડ હોવાને કારણે અમુક રોગ અને સારવારમાં મફત સારવાર મળી રહી છે. ગરીબ લોકો ખુશ છે પરંતુ ડોક્ટરો ખુશ નથી એવું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં જ પાલનપુરના ડોક્ટરનો એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં ડોક્ટરે સરકારની આ યોજના હેઠળ સારવાર સંબંધી મળતી રકમ ઘણા સમયથી મળતી બંધ થઈ છે અથવા બિલની રકમ કરતા 30%થી 70% રકમ કપાય અને ડોક્ટર્સને આપવામાં આવે છે તે સંદર્ભે બળ આપો કાઢ્યો છે અને નવમી ફેબ્રુઆરીથી આ યોજના અંતર્ગત જે ડોક્ટરોના બિલ સરકારે ચૂકવ્યા નથી અથવા તો બહુ મોટી કપાત કરી છે અને હોસ્પિટલ બહુ મોટા દેણામાં આવી ગઈ છે તેવા ડોક્ટરોએ આ યોજના અંતર્ગત કાર્ય કરવાનું બંધ કરવા માટે એલાન કરવાનું જાણવા મળ્યું છે.
આઈ એમ એ જે ડોક્ટરોની મોટી સંસ્થા છે તેઓ આ હડતાળમાં ટેકામાં હાલ જોડાવાના નથી. પ્રાપ્ત માહિતી મુજબ નવમી ફેબ્રુઆરીએ જે ડોકટર હડતાળમાં જોડાઈ છે તે આઈએમએ ઉપરાંત ગુજરાત સરકાર અને PMJAY સંલગ્ન તમામ અધિકારી તથા સંસ્થાઓનો સંપર્ક કરી ચૂકી છે અને યોગ્ય પ્રતિસાદ નથી મળ્યો તેવું તેઓનું કહેવું છે.
આઈ.એમ.એ.ના સૂત્રો અનુસાર તારીખ 11-12 ફેબ્રુઆરીના રોજ ગુજરાત કક્ષાની એક મીટિંગ થઈ રહી છે, જેમાં આ સંદર્ભે એક કમિટી બનાવી અને યોગ્ય તપાસ કરી હડતાળમાં જોડાવું કે નહીં તેનો નિર્ણય લેવાશે તેવું જાણવા મળ્યું છે તો તેની સામે જે ડોક્ટરો 9 ફેબ્રુઆરી થી હડતાલ પર ઉતરવા જઈ રહ્યા છે તેઓની દલીલ છે કે આ અમારી હડતાળને નબળી પાડવાનું એક ષડયંત્ર રચાઇ રહ્યું છે.
તેઓએ એમ પણ જણાવ્યું છે કે આ કોઈ પક્ષની વિરુદ્ધમાં કે સરકારની વિરુદ્ધમાં હડતાળ નથી, પરંતુ અમારા હકની લડાઈ છે અત્યાર સુધીમાં અમે જે વર્ક કર્યું છે તેને યોગ્ય રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ અને ભવિષ્યમાં ખોટા નિયમો દેખાડી અને કપાત થતી બંધ થવી જોઈએ. સામાન્ય રીતે એમ.એસ.એમ.ઇ અંતર્ગત, જે કાંઈ વીમા કંપનીઓ કે બેંકનું જોડાણ હોય તેને સરકાર બેંક ગેરેંટી આપતી હોય છે, પરંતુ અહીં ડોક્ટરોએ બેન્ક ગેરન્ટી આપવી પડે છે.
સરકારે નિયત કરેલી ફી મુજબ ચુકવણી થવી જોઈએ, પરંતુ હાલ બજાજ ફાઇનાન્સ નામની વીમા કંપનીએ આડેધડ કપાત કરી અને ડોક્ટર લોબીને નારાજ કરી છે. એ વાતમાં તથ્ય છે કે ઘણી હોસ્પિટલના બે વર્ષથી વધારે સમયના બિલ બાકી છે તો ઘણા છ મહિના સુધીના બિલની રાહ જોઈ રહ્યા છે જે આંકડો કરોડોમાં થવા જઈ રહ્યો છે.
નવમી તારીખથી હડતાળમાં જોડાવવા જનાર ડોક્ટરોનું કહેવું છે કે આઈ.એમ.એ.માં મોટા ભાગના સત્તાધારી પક્ષના સાથે જોડાયેલા ડોક્ટરો હોય અમારા પ્રશ્નને સરકાર સુધી પહોંચાડતા નથી કે અમને સહકાર આપતા નથી જે ન થવું જોઈએ.
સામાન્ય લોકોને આ હડતાળથી ઘણો ફરક પડશે તેઓને તકલીફ થશે. ડોક્ટર લોકો માટે સામાન્ય પબ્લિક કેમ રસ્તા પર નથી આવતી તે ડોક્ટરોએ પોતે પણ મનોમંથન કરવું જોઈએ. અમુક ડોક્ટરો ખોટી પ્રેક્ટિસ કરી અને યોજનાનો લાભ લેવા માટે કાર્ય કરતા હોય છે. અને સમગ્ર તબીબી આલમની શાખ જોખમાય છે. આવા સંજોગોમાં લોકો સાથ આપતા નથી.
ગમે તે પક્ષે વાંધો હોય, પરંતુ તાત્કાલિક આ પ્રશ્નનો નિવેડો આવે તો સામાન્ય માણસને પડતી માંથી બચી શકાય. આરોગ્ય મંત્રીએ તાત્કાલિક આ અંગે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી અને પર્સનલ નિરાકરણ કરવું જોઈએ એવું લોકોનું કહેવું છે.