સ્પોર્ટસ

મમ્મીની તબિયત બગડતાં Virat Kohliએ લીધો ટેસ્ટમાંથી બ્રેક? જાણી લો અહીં…

Virat Kohliએ હાલમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટમાંથી બ્રેક લીધો છે. કિંગ કોહલીના આ બ્રેક લેવાને કારણે ક્રિકેટફેન્સમાં જાત જાતની અટકળો વ્યક્ત કરાઈ રહી છે અને આમાંથી જ એક શક્યતા એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે કદાચ કિંગ કોહલીની માતા સરોજ કોહલીની તબિયત સારી નથી, જેને કારણે વિરાટ કોહલીએ બ્રેક લીધો હોવાનું કહેવાય છે.

સરોજ કોહલીને લઈને કેટલીક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે વિરાટ કોહલીની માતાની તબિયત ખરાબ છે અને એની એને કારણે ટેસ્ટમાંથી તેણે બ્રેક લીધો છે. જોકે, હવે કોહલીની માતાની તબિયતને લઈને જે ફેક ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યા છે એને લઈને વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી નાખીને સ્પષ્ટતા કરી છે.


વિરાટના ભાઈ વિકાસે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મારા ધ્યાનમાં આવ્યું છે કે મમ્મી (સરોજ કોહલી)ના હેલ્થને લઈને કેટલાક સમાચાર શેર કરવામાં આવી રહ્યા છે. પણ હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે મમ્મી એકદમ સાજી છે અને સ્વસ્થ છે. હું મીડિયાને વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારના કન્ફર્મેશન વગર આવા સમાચાર છાપવાનું કે ફેલાવવાનું બંધ કરે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની શરૂઆતની બે ટેસ્ટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. જોકે, ત્યાર બાદ એવા સમાચાર પણ વાંચવા મળ્યા હતા કે કોહલીએ તેની માતાની તબિયતને કારણે ટેસ્ટમાંથી બ્રેક લીધો હતો. જોકે, વિરાટ કોહલીએ એ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમણે પર્સનલ રીઝન્સને કારણે પહેલી બે મેચમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button