પીયૂષ જૈને કહ્યું કે આ 23 કિલો સોનું મારું નથી, મને આ કેસમાંથી
કાનપુર: કાનપુરના પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈન ફરી એકવાર ચર્ચામાં છે. પીયૂષ જૈન એ જ બિઝનેસમેન છે જેમના કન્નૌજ અને કાનપુરમાં આવેલા ઘરોમાંથી 3 વર્ષ પહેલા DGGI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં લગભગ 197 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત 23 કિલો સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા હતા. જો કે આ તમામ સોના પર વિદેશી મહોર પણ લગાવવામાં આવી હતી. જો કે હવે પીયૂષ જૈને આ 23 કિલો સોનું સરેન્ડર કર્યું છે.
નોંધનીય છે કે 27 ડિસેમ્બર2021ના રોજ GST ઈન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલ અમદાવાદની ટીમે કાનપુર સ્થિત પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા અને 197 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ પછી કન્નૌજમાં તેની પરફ્યુમ ફેક્ટરી અને હવેલી પર પણ દરોડા પાડીને 23 કિલો સોનું અને ચંદનનું તેલ જપ્ત કર્યું હતું. આ કેસમાં પીયૂષ જૈનને જેલ થઈ હતી.
કન્નૌજના ઘરમાંથી સોનું જપ્ત કરવાના મામલામાં લખનઉની ડીઆરઆઈ ટીમે પીયૂષ જૈન વિરુદ્ધ 135 કસ્ટમ એક્ટ હેઠળ FIR દાખલ કરી હતી. જેનો કેસ આજે પણ ચાલી રહ્યો છે. આ કેસમાં હવે પિયુષ જૈન વતી કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે કસ્ટમ્સે મારા ઘરેથી જે 23 કિલો સોનું રિકવર કર્યું છે તેને હું સેરેન્ડર કરું છું. જ્યારે અગાઉ પિયુષ જૈને આ સોના પર પોતાનો દાવો કર્યો હતો. અને તેની 60 લાખ પેનલ્ટી પણ જમા કરાવી હતી.
કાનપુરમાં DGGIના સરકારી વકીલ અંબરીશ ટંડનનું કહેવું છે કે પીયૂષ જૈને એક રીતે તમામ સોનું સરકારને સોંપી દીધું છે. ત્યારે આ કેસમાં તેમણે કોર્ટમાં કસ્ટમ્સની કલમ 135માંથી રાહત મેળવવા માટે અપીલ કરી છે. એડવોકેટના જણાવ્યા અનુસાર હવે તેમના વતી જવાબ દાખલ કરવામાં આવશે.
નોંધનીય છે કે કન્નૌજમાં 27 ડિસેમ્બર 2021ના રોજ DGGI અમદાવાદની ટીમે પીયૂષ જૈનના ઘરેથી 23 કિલો સોનાની રિકવરી કરી હતી અને દાવો કર્યો હતો કે આ સોનું વિદેશી હતું. અને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તમામ સોનું વિદેશી હતું. પરંતુ હવે પીયૂષ જૈન દાવો કરી રહ્યા છે કે કે તેમને આ સોનું જોઈતું નથી. તેણે સોનું પરત માંગતી અપીલ પણ પાછી ખેંચી લીધી છે. હાલ પીયૂષ જૈન જામીન બાદ જેલમાંથી બહાર આવ્યો છે