નેશનલ

અલવર અકસ્માતમાં ઘાયલ માનવેન્દ્ર સિંહ, પુત્ર અને ડ્રાઇવરને 150 KM ગ્રીન કોરિડોર બનાવીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

નવી દિલ્હી: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આજે એક માર્ગ અકસ્માતમાં બાડમેરના પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ભૂતપૂર્વ સાંસદ અને તેમના પુત્ર હમીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં કુલ 3 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ ત્રણેયને અલવરથી ગુરુગ્રામ રિફર કર્યા છે. ત્રણેય લોકોને ગ્રીન કોરિડોર દ્વારા અલવરથી 150 કિમી દૂર ગુરુગ્રામની પારસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણા બોર્ડર પાસે દિલ્હી-મુંબઈ હાઈવે પર અલવર જિલ્લાના નૌગાંવ નજીક ખુસપુરી ખાતે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાર એક જોરદાર ધડાકા સાથે ડિવાઈડરને અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી.

ડોક્ટરે કહ્યું કે હવે ત્રણેયની હાલત ઠીક છે. માનવેન્દ્ર સિંહની પાંસળી અને હાથમાં ફ્રેક્ચર છે. જ્યારે તેમના પુત્રને હાથમાં ફ્રેક્ચર અને પગમાં ઈજા થઈ છે. તેમજ માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે જોધપુર મોકલવામાં આવ્યો છે. આ તમામ લોકો એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જબલપુર ગયા હતા. ત્યાંથી તે દિલ્હી પરત ફર્યા અને પછી રોડ માર્ગે જયપુર જઈ રહ્યા હતા. તે જયપુરથી જોધપુર જવાના હતા. ત્યાં એક બર્થડે ફંક્શન એટેન્ડ કરવાનું હતું. આ દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાર કાબૂ બહાર જઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી.


નોંધનીય છે કે માનવેન્દ્ર સિંહ જસવંત સિંહના પુત્ર છે, જે અટલ બિહારી સરકારમાં કેન્દ્રીય પ્રધાન હતા, જેમને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારીએ તેમની સરકારમાં ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ આપી હતી. માનવેન્દ્ર સિંહ 2004 થી 2009 વચ્ચે લોકસભાના સભ્ય હતા. પિતાના રાજકીય વારસાને આગળ ધપાવતા માનવેન્દ્ર સિંહે બાડમેર-જેસલમેર બેઠક પરથી તેમની પહેલી લોકસભા ચૂંટણી લડી હતી. પિતાની જેમ માનવેન્દ્ર સિંહે પણ સેનામાં યોગદાન આપ્યું અને કર્નલના પદ પર રહ્યા હતા. જસવંત સિંહના ભાજપ સાથે રાજકીય વિવાદ બાદ માનવેન્દ્ર સિંહ કોંગ્રેસમાં જોડાયા હતા. 2023ની વિધાનસભા ચૂંટણીમાં તેમના ફરીથી ભાજપમાં જોડાવાની જોરદાર ચર્ચા હતી, પરંતુ અત્યાર સુધી માનવેન્દ્ર સિંહ કોંગ્રેસ પાર્ટીના નેતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…