મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ ઘાટકોપર કેશવજી દેવજી ગણાત્રાના પુત્ર મનહર ગણાત્રા (ઉં. વ. ૮૪) ગં. સ્વ. રમાબહેનના પતિ. જતીન અને જયદીપના પિતા. ફાલ્ગુની જતીન ગણાત્રાના સસરા. કેશવજી ઘેલાણીના જમાઇ. લલિતભાઇ સુંદરજી આડઠક્કરના વેવાઇ. હેમિશ અને ફોરમના દાદા. તા. ૨૯-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે, ઠે. બી/૩, શાહ ભુવન, ગંગાવાડી રોડ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (પ.).
નવાગામ ભાટિયા
મૂળ વાંકાનેર નિવાસી હાલ કલ્યાણ ગં.સ્વ.ચંદ્રિકાબેન (ઉં. વ. ૮૩) તે સ્વ. ધીરજલાલ વિઠ્ઠલદાસ ઉદેશીના ધર્મપત્ની. સ્વ. શાંતાબેન વિઠ્ઠલદાસ ઉદેશીના પુત્રવધૂ. પ્રશાંતના માતુશ્રી. સ્વ. ચંદ્રકાંત, અરવિંદ, સ્વ. ખટાઉ, ગં.સ્વ ચંદ્રિકાબેન બહાદુર આશર, સ્વ. સુશીલાબેન અમૃતલાલ સંપટ, ગં.સ્વ પ્રફુલ્લા પરિમલ આશર તથા બકુલા વિજય સંપટના ભાભી. જુહી તથા પૂર્વીના દાદી. ગોંડલવાળા સ્વ. માધવદાસ વલ્લભદાસ આશરના દીકરી ૨૮/૧/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. સાવત્રિબેન નાનાલાલ મનજી કોઠારી ગામ સુમરી રોહાવાળાના જયેષ્ઠ પુત્ર અરવિંદ (ઉં. વ. ૭૩) તે સ્વ. દેવકાંબાઈ ગાંગજી કેશવજી પોપટ કચ્છ ગામ લોડાઈવાળાના જમાઈ. જ્યોત્સનાબેનના પતિ. નેહાના પિતાશ્રી. નરેન્દ્ર, મહેન્દ્ર, સુરેન્દ્ર, ચંદ્રીકાબેન ભટ્ટ, મીનાબેન નરેન્દ્ર આડ ઠક્કરના મોટાભાઈ. સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. કૃષ્ણકાંત, સ્વ. ધીરેશ, સ્વ. ચંદ્રબાળા ચત્રભુજ સેેતા, અનસુયાબેન વસંત ધારાણી, જગદીશ, જયંત, રીટાબેનના બનેવી ૨૭-૧-૨૪ના મલાડ મુકામે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મુળ ગામ માધવપુર (ઘેડ), હાલ અંધેરી નિવાસી હરકિશનભાઈ તુલસીદાસ દેવાણી, (ઉં. વ. ૮૪) તે સ્વ. જમનાબેનના પુત્ર. તે કુમુદબેનના પતિ. તેમ જ જતિનભાઈ, વિભાબેન વિપુલભાઈ પોપટ અને નિલેશભાઈના પિતાશ્રી. નીપાબેન અને મમતાબેનના સસરાજી. ધૈર્ય અને ઈશાના દાદાશ્રી. સ્વ.જસીબેન ઠકરાર, સ્વ. દિનુબેન રાજા, સ્વ. ચંદ્રકાંતભાઈ અને દિલીપભાઈના ભાઈ. તે માલેગાંવવાળા સ્વ. શ્રી માધવજી રાયચુરાના જમાઈ સોમવાર તા. ૨૯/૧/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચાર ગામ વિસા નાગર વણિક
ઉદયપુરના વતની હાલ મલાડ શ્રી કનૈયાલાલ નારાયણદાસ નાગર (ઉં. વ. ૮૪) સ્વ. શ્રીમતી સુશીલાબેનના પતિ. વિકાસ, સંગીતા, અ.સૌ. આશાના પપ્પા. રમેશચંદ્ર અને શ્યામભાઈના મોટાભાઈ. ચિ. નિલેશ તથા અ.સૌ.ડિમ્પીના સસરા. સોમેશ, અ. સૌ. નિશા અને વ્રજેશના મોટાકાકા તા.૨૯/૧/૨૪ના શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા.૧/૨/૨૪ના ૫ થી ૭. ઠઠાઇ ભાટિયા હૉલ નંબર ૩,એસ. વી રોડ, શંકરગલીના કોર્નર પર, કાંદીવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
ભગવાનદાસ (છોટુભાઈ), દામજીભાઇ ઠક્કર, (ગામ ખપોલી) (ઉં. વ. ૮૨) મુળગામ માધવપુર ઘેડ, હાલ અમદાવાદ, તે મનોરમાબેનના પતિ. તે સ્વ. બાબુલાલ જીવનદાસ લાખાણી (સાયન વાળા) ના જમાઇ. તે સ્વ. નાથાલાલ, વૃજલાલ, નટવરલાલ, કિશોર, સ્વ. જયાબેન, સ્વ. શાંતાબેન (બચીબેન), અ.સૌ. સુમનબેન તથા ઞં.સ્વ. રસીલાબેનના ભાઈ. તે સમીર અને અ.સૌ. ડૉ. જીગીષાબેનના પિતા. તે અ.સૌ. નમ્રતા અને ડૉ. ભાવેષના સસરા. તે બુધવાર તા. ૨૪/૧/૨૪ ના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે.
હાલાઈ ભાટીયા
ગં.સ્વ.દમયંતી દ્વારકાદાસ દુતિયાના ધર્મપત્ની શાંતાબેન, ધરણગામ હાલ કાંદિવલી (ઉં. વ. ૮૮) તે ઉદય, પંકજ, સ્વ.આશા સુરેશ, ગં.સ્વ. ભારતી સુભાષ, ગં.સ્વ. નીના હરીશ, સૌ. દીપીકા પરેશ, સ્વ. શશી હિતેશના માતુશ્રી. અ. સૌ. ઉષા અને અ.સૌ. સ્મિતાના સાસુજી. નિકુંજ, હાર્દિક, સ્વ.હેમાંગના દાદી. સૌ. ભૈરવીના દાદી સાસુ. સ્વ. મુલજીદાસ દામોદરદાસ પાલેજાના પુત્રી તા. ૨૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
રશ્મી કાનજી ભાટિયા (ઉં. વ. ૭૪) હાલ ચર્ચગેટ, તે મધુરી કાનજી લીલાધર ભાટિયાના પુત્ર, તે રમેશભાઈ, કિશનભાઈ, માનસિંગભાઈ, સ્વ. ચંદાબેન કૃષ્ણરાજ મરચંટ, જયશ્રીબેન મુળરાજ આશરના ભાઈ. તે દિપીકા રમેશ ભાટિયા, રંજન કિશન ભાટિયાના દિયર તા. ૩૦-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
તરેડવાળા હાલ અમેરિકા, સ્વ. પ્રભાબેન કેસુરદાસ રૂગનાથ સંઘવીના પુત્ર કૃષ્ણકાંત (ઉ.વ. ૭૯) તા. ૨૯-૧-૨૪, સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સરોજબેનના પતિ, હેમાંગ-પૂજા, સંદિપ-સોનિયા, બીના સંજય શાહ,શીતલ વીરલ લાખીયાના પિતા, સ્વ.કાંતિભાઇ- કોકિલાબેન, સ્વ.ચંદ્રિકાબેન ભુપતરાય મહેતા, સ્વ.ચંપકભાઈ-મીનાબેન, સ્વ.પદમાબેન પ્રવિણચંદ્ર વોરા, સ્વ. અરુણભાઈ-દીનાબેન, સ્વ.હંસાબેન અશોકભાઈ ગોરડીયાના ભાઈ, સાસરાપક્ષે સ્વ. કમળાબેન મંગળદાસ મહેતાના જમાઈ. મોસાળ પક્ષે સ્વ.તુલસીદાસ વૃજલાલ મહેતા. પ્રાર્થના સભા તથા લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ભાસ્કર રઘુનાથ બલભદ્ર (ઉં. વ. ૬૯). તે સ્વ.ગં. સ્વ. કાશીબેન રઘુનાથ બલભદ્ર કચ્છગામ વિંજાણવાળાના પુત્ર. અ.સૌ.સ્વ. પ્રશ્ર્નનાના પતિ. વિશાલના પિતા. વીણાબેનના સસરા, નિધી, નીવાના દાદા. સ્વ. સુરેશચંદ્ર કલ્યાણજી ચોમરીયા નાગપુરવાળાના મોટા જમાઈ. રમીલાબેન રસિકલાલ રત્નેશ્ર્વર, ધનલક્ષ્મી કનૈયાલાલ હરિયા માણેક, મધીબેન જીતેન્દ્ર, અરુણાબેન દેવેન્દ્ર, હેમંત રઘુનાથ, સ્વ. દેવેન્દ્ર રઘુનાથ, અ.સૌ.સ્વ. ત્રિવેણીબેન ભાઈલાલ, અ.સૌ.સ્વ. ભારતીબેન (મૈયાબેન), ગં. સ્વ. સ્વ. લક્ષ્મીબેન કાંતિલાલના ભાઈ. તા. ૨૯.૧.૨૪ના ડોમ્બીવલી મધ્યે રામશરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧.૨.૨૪ને ગુરુવારે ૫થી ૭, સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ(વે).
કપોળ
અમરેલીવાળા હાલ અંધેરી. સ્વ. નિર્મળાબેન અનંતરાય દ્વારકાદાસ પારેખના સુપુત્ર અતુલ (ઉં. વ. ૫૬). તે સ્વ. ચેતનાના પતિ. ચિ. રાજ, હર્ષના પિતા. ભરત, પ્રફુલ્લા મહેન્દ્રકુમાર સંઘવી, અરૂલ્લા હરેશકુમાર મહેતાના નાના ભાઈ. અ.સૌ. ભારતીના દીયર. ભાવનગરવાળા ગં.સ્વ. દમયંતીબેન ઉત્તમલાલ (ભગુભાઈ) બાલકૃષ્ણ ગાંધીના જમાઈ. તે તા. ૨૮.૧.૨૪ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧-૨-૨૪ના ગુરુવારે ૫થી ૭. સ્થળ. ચત્તવાણી બેંકવટે હોલ, જીંજર હોટલની સામે, સહાજીરાજે માર્ગ, તેલીગલી, અંધેરી(ઈસ્ટ). અંગદાન કરેલ છે.
સમસ્ત તંબોલી જ્ઞાતિ (માંગરોળ) વૈષ્ણવ વણીક
શકુન્તલાબેન પટેલ (ઉં.વ. ૭૮), હાલ મુંબઈ નિવાસી. તા.૨૭-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. રમેશભાઈ પુરૂષોત્તમ પટેલના ધર્મપત્ની. જૂનાગઢ નિવાસી સ્વ.જમનાદાસ દુર્લભજી નાયકના સુપુત્રી. જાગૃતિ હિમાંશુ કોઠારી, સોનલ મોદી, ડીમ્પલ સમીર મહેતા, દર્શિકા બીમલ દોશીના માતુશ્રી. આકાશ, રાહુલ, દેવ, નંદીની, હીમાની, અદિતીના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button