નેશનલ

સંસદનું બજેટ સત્ર આજથી

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના સંસદના ઉપલા અને નીચલા ગૃહના સંયુકત સંબોધન સાથે સંસદનું બજેટ સત્ર શરૂ થશે. હાલની લોકસભાનું આ છેલ્લું સત્ર હશે. વિરોધ પક્ષોને કાર્યવાહી શાંતિપૂર્વક પાર પડે એ માટે સહકાર આપવાનો અનુરોધ સરકારે કર્યો છે. કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે. નવી સરકાર સત્તા પર આવ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરાશે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સંસદના રાજકીય પક્ષોના ફ્લોર લીડરની બેઠકમાં કહ્યું હતું કે નિર્મલા રાષ્ટ્રપતિ શાસન હેઠળના જમ્મુ અને કાશ્મીરનું બજેટ પણ રજૂ કરશે. જોશીએ કહ્યું હતું કે લોકસભાના ૧૭મા સત્રનો મુખ્ય એજન્ડા રાષ્ટ્રપતિનું સંબોધન, વચગાળાના અંદાજપત્રની રજૂઆત, રાષ્ટ્રપતિના સંબોધન પરની આભાર દરખાસ્ત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ વગેરે હશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં વિરોધ પક્ષોએ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. કૉંગેસના નેતા કે. સુરેશે કહ્યું હતું કે પક્ષ બેરોજગાર, ફુગાવો, કૃષિ સંકટ અને મણિપુરમાં ચાલતી વાંશિક હિંસાનો મુદ્દો ઉઠાવશે (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button