આ ગીતે સપના ચૌધરીને અપાવ્યા હતા નેમ અને ફેમ, અબજોમાં મળી ચૂક્યા છે વ્યૂઝ…
હરિયાણવી ડાંસર સપના ચૌધરીને ફેન ફોલોઈંગ એકદમ જબરજસ્ત છે અને દર થોડાક દિવસે સપના કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહેતી જ હોય છે. પણ આજે આપણે અહીં સપના ચૌધરી નહીં પણ એના ગીતો વિશે વાત કરવાના છીએ.
સપના ચૌધરી દ્વારા ગવાયેલા તમામ ગીતો કોઈ પણ રીતે ટ્રેન્ડિંગ સોન્ગ્સની યાદીમાં પોતાનું સ્થાન જમાવી જ લેતાં હોય છે. પણ આજે આપણે અહીં એક એવા ગીત વિશે વાત કરવાના છીએ કે જે ગીત આજે પણ એકદમ ટ્રેન્ડિંગ છે અને કોઈ પણ પાર્ટી કે ઈવેન્ટમાં જ્યાં સુધી આ ગીત ના વાગે ત્યાં સુધી એ પાર્ટીની રોનક પૂરી થઈ નથી ગણાતી. જી હા, અમે અહીં વાત કરી રહ્યા છે સપના ચૌધરીના ગીત તેરી આંખ્યા કા યો કાજલ ગીતની.
સપના ચૌધરીનું આ ગીત પાંચ વર્ષ પહેલાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ ગીત લખ્યું વીર ધાઈયાએ, પરંતુ આટલા લાંબા સમય બાદ આજે પણ લોકોના હોઠે સપના ચૌધરીનું આ ગીત રમી રહ્યું છે. આ ગીતને લાખોમાં કરોડોમાં વ્યુઝ મળી ચૂક્યા છે. આજે પણ લોકો આ ગીત પર રીલ્સ બનાવવાનું ખૂબ જ પસંદ કરે છે.
એક રિપોર્ટ પ્રમાણે આ ગીતને અત્યાર સુધીમાં 474 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે અને યુટ્યૂબની અલગ અલગ પાંચ ચેનલ પર આ ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું અને દરેક ચેનલ પર મિલિયન્સમાં વ્યૂ આવ્યા છે.
સપના ચૌધરીના ડાન્સના દિવાના પહેલાં પંજાબ અને હરિયાણામાં વધુ હતા, પણ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં ભાગ લીધા બાદ સપનાની ફેન ફોલોઈંગમાં ખાસ્સો એવો વધારો જોવા મળ્યો છે. આ શો બાદ સપનાને બોલીવૂડમાં પણ કામ કર્યું અને તેણે નાનુ કી જાનુ, ભેંગોવર અને વીરે દી વેડિંગ જેવી અનેક ફિલ્મોમાં આઈટમ સોન્ગ કર્યા છે. આ સિવાય સપના ચૌધરી અનેક ફિલ્મોમાં પણ જોવા મળી છે. દોસ્તી કે સાઈડ ઈફેક્ટ્સ ફિલ્મમાં તે લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું, પણ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કંઈ પ્રદર્શન કરી શકી નહોતી.