Bigg Boss OTTની આ સ્પર્ધકને મળી હોસ્પિટલમાંથી રજા…
સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ અને બિગ બોસ ઓટીટીની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે. એક આખો અલગ વર્ગ જ છે જે આ શોને અને શોમાં ભાગ લેનારા સ્પર્ધકોને પસંદ કરે છે અને આ બિગ બોસ ઓટીટીની જ સ્પર્ધકને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે બિગબોસ ઓટીટીની સ્પર્ધક મનિષા રાનીની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. મનિષા રાની હાલમાં ડાન્સ રિયાલિટી ટીવી શો ઝલક દિખ લા જા-11માં ભાગ લઈ રહી છે. મનિષા પોતાના ડાન્સથી ફેન્સને ખૂબ જ એન્ટરટેઈન્ટમેન્ટ કરી રહી છે.
મનિષાએ આ શોમાં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી. પરંતુ થોડાક સમય પહેલાં મનિષાની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે મનિષા રાનીના ફેન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે કારણ કે મનિષાને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. ડાન્સ રિયાલિટી ટીવી શોના સેટ પર મનિષાના અનેક ફોટો સામે આવ્યા છે, જેમાં તે ડાન્સ કરવા માટે એકદમ સજ્જ દેખાઈ રહી છે.
બ્રાઉન કલરના ડ્રેસમાં મનિષા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને મનિષાનો મૂડ પણ ખૂબ જ સારો હતો. હા, તે એના પર્ફોર્મન્સને લઈને થોડી ગભરાયેલી જોવા મળી હતી. વાત જાણે એમ છે કે મનિષાને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને આ સિવાય તે ડાન્સ શોના સેટ પર ઈજાગ્રસ્ત પણ થઈ ગઈ હતી. જેને કારણે તેને હોસ્પિટલમાં પણ જવાનો વારો આવ્યો હતો. પણ હવે મનિષા સાજી થઈ ગઈ છે અને ફેન્સનું એન્ટરટેઈન્ટમેન્ટ કરવા એકદમ તૈયાર છે.