આમચી મુંબઈટોપ ન્યૂઝશેર બજાર

Zee-Sony Mergers: એનસીએલટીએ સોનીને નોટીસ આપી, જવાબ ત્રણ સપ્તાહમાં આપવો પડશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ મંગળવારે ઝી એન્ટરટેઈનમેન્ટના શેરધારક દ્વારા તેની ભારતીય કંપની સાથે જાપાનની સોનીના વિલીનીકરણની માગ કરતી પીટીશન સ્વીકારી હતી. આ મર્જર નિયમનકારી મંજૂરીઓ હોવા છતાં ગયા સપ્તાહે સોની દ્વારા રદ કરવામાં આવ્યું હતું.

એનસીએલટીની મુંબઈ બેન્ચે, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ (ઝીલ)ના શેરહોલ્ડર મેડ મેન ફિલ્મ વેન્ચર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનને આધારે નોટિસ જારી કરી હતી, જેમાં સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા (હવે કલવર મેક્સ)ને ત્રણ અઠવાડિયામાં તેનો જવાબ દાખલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.


મેડ મેન ફિલ્મ વેન્ચર્સે મંગળવારે ઝીલ અને સોની બંનેને મર્જરને અમલી કરવા વિનંતી કરતી પીટીશન દાખલ કરી કારણ કે તેને ઓગસ્ટ ૨૦૨૩માં એનસીએલટી દ્વારા મંજૂર કરવામાં આવી હતી.


કાઉન્સેલ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે, એનસીએલટી દ્વારા મંજૂરી શરતી હતી અને તે વિવિધ શરતો પર આધારિત હતી, જે લેખિતમાં પરિપૂર્ણ અથવા માફ કરી શકાય છે. જોકે, ટ્રિબ્યુનલે આ દલીલો અમાન્ય ઠેરવી હતી.
એનસીએલટીએ આ મામલે સુનાવણીની આગામી તારીખ ૧૨ માર્ચ રાખી છે.


ગયા અઠવાડિયે, સોની ગ્રુપ કોર્પે, મર્જ થયેલી એન્ટિટીના નેતૃત્વ અંગેની મડાગાંઠને પગલે ઝીલ સાથેના મર્જરનો કરાર રદ્ જાહેર કર્યો હતો. અન્યથા આ મર્જર દેશમાં ૧૦-બિલિયન મીડિયા એન્ટરપ્રાઈઝનું સર્જન કરી શક્યું હોત!
સોદામાં નક્કી કરવામાં આવ્યું હતું કે મર્જર ૨૧ ડિસેમ્બર, ૨૦૨૩ પહેલા પૂર્ણ કરવાનું હતું, જેમાં સોદો પૂર્ણ કરવા માટે એક મહિનાના વધારાના સમયગાળા સાથે નિયમનકારી અને અન્ય મંજૂરીઓનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button