મનોરંજન

Alia Bhatt સાથેનો Kissing Scene એકદમ બોરિંગ, ફેમસ એક્ટરે કર્યો ખુલાસો..

Alia Bhatt Film Industryનું એક એવું નામ છે કે જેને ખાસ કોઈ પરિચયની જરૂર નથી. કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. જોકે, આલિયા ભટ્ટ એકલી નહોતી કે જેની આ ડેબ્યુ ફિલ્મ હોય. સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન પણ બે એવા સેલેબ્સ છે કે જેમની આ ડેબ્યુ ફિલ્મ હતી. જોકે, હવે આટલા વર્ષો બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ હવે આલિયા ભટ્ટ સાથેના કિસિંગ સીનનો અનુભવ શેર કર્યો હતો.

આલિયા ભટ્ટની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રાના કિસિંગ એક્સપિરિયન્સ વિશે વાત કરતાં સિદ્ધાર્થે જણાવ્યું હતું કે આલિયાને કિસ કરવામાં બિલકુલ મજા આવી નહોતી. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે આલિયાને કિસ કરવામાં મને બિલકુલ મજા નહોતી આવી અને તેને કિસ કરવું એ એકદમ બોરિંગ એક્સપિરિયન્સ હતો.

એક ઈન્ટરવ્યુમાં આ બાબતે ખુલાસો કરતાં સિદ્ધાર્થે જણાવ્યું હતું કે આલિયા સાથે કિસિંગ સીન આપવાનો અનુભવ એકદમ જ અજીબ અને ટેક્નિકલ હતો, કારણ કે એને કિસ કરતી વખતે નાક અને માથાના એંગલનું ધ્યાન રાખવાનું હતું. જેને કારણે આ રોમેન્ટિંક લાગતો સીન એકદમ બોરિંગ થઈ ગયો હતો.

હવે સિદ્ધાર્થભાઈને આલિયાને કિસ કરવામાં મજા ના આવી તો સ્વાભાવિક છે કે એવો સવાલ થાય કે તો પછી સિદ્ધાર્થને કોને કિસ કરવામાં મજા આવશે કે ગમશે તો ભાઈએ એનો ખુલાસો ખુદ કર્યો છે. સિદ્ધાર્થે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેની દીપિકા પદૂકોણ સાથે એકાદ વખત તો સ્ક્રીન પર કિસિંગ સીન આપવો જ છે અને કદાચ લોકોને પસંદ પણ આવશે એવી આશા પણ સિદ્ધાર્થે વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button