દિલ્હીથી ગાયબ થયેલા ઝારખંડના મુખ્ય પ્રધાન અંતે રાંચીમાં જોવા મળ્યા, ધરપકડની લટકતી તલવાર
રાંચી: ઝારખંડની રાજધાની રાંચીમાં સીએમ હેમંત સોરેન અચાનક જ તેમના નિવાસસ્થાનથી બહાર નીકળ્યા છે. ત્યારે છેલ્લા 2 દિવસથી સીએમ હેમંત સોરેનની શોધ ચાલી રહી હતી પરંતુ તેના લોકેશન વિશે કંઈ જાણી શકાયું ન હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કથિત જમીન જમીન છેતરપિંડીના કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગતી હતી અને તેના માટે EDએ અત્યાર સુધીમાં 10 સમન્સ જારી કર્યા છે. પરંતુ હેમંત સોરેન એકવાર પણ ઈડી સમક્ષ હાજર થયા નહોતા. ત્યારે હવે એવી ચર્ચા છે કે ED હેમંતની ધરપકડ કરી શકે છે. અને આનાથી બચવા માટે તે કાનૂની માર્ગ શોધવા માટે અચાનક ગાયબ થઈ ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે હાલમાં ભાજપે આ મામલે ઝારખંડ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. હેમંત સોરેન ગુમ થયેલ છે એવા પેસ્ટર પણ શેર કરવામાં આવ્યા હતા અને તેમાં ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી.
ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે અમે મુખ્ય પ્રધાનના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. રાજ્યપાલે મુખ્ય સચિવ અને ડીજીપીને પણ બોલાવીને માહિતી માંગી છે. DGP અજય કુમાર સિંહ, ગૃહ સચિવ અને મુખ્ય સચિવ અત્યારે રાજભવન પહોંચ્યા હતા.
હેમંત સોરેનના આ રીતે ગાયબ થઈ જવા માટે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે EDએ મુખ્ય પ્રધાન હેમંત સોરેનના ઘરેથી 40 જેટલી લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. ત્યારે છેલ્લા 50 કલાકથી ગાયબ થઈને મુખ્ય પ્રધાન પોતાની અબજો રૂપિયાની રોકડને ઠેકાણે લગાવી રહ્યા હતા.
तलाश है झारखंड के गुमशुदा मुख्यमंत्री की…
— Babulal Marandi (@yourBabulal) January 30, 2024
जिन किसी भी सज्जन को यह व्यक्ति दिखें तो, दिए गए पते पर तुरंत सूचित करें।
सही जनकारी देने वाले को 11 हजार रुपये नगद राशि दी जाएगी। pic.twitter.com/9nvFhVQlnl
નોંધનીય છે કે જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ ઝારખંડના મુખ્ય પ્રધાનને છેલ્લા 2 દિવસથી દિલ્હી અને રાંચીમાં તેમના નિવાસસ્થાને શોધી રહી હતી, પરંતુ CM હેમંત સોરેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અને અચાનક તે પોતાના રાંચી સ્થિત નિવાસ્થાને પ્રકટ થતા તે ક્યારે અને કેવી રીતે રાંચી પહોંચી ગયા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.