ગુંડાઓને બોલાવ્યા, બંદૂક બતાવીને પ્રપોઝ કર્યું….
સોશિયલ મીડિયા પર પ્રપોઝ કરતા ઘણા વીડિયો તમે જોયા હશે પરંતુ આજે જે વીડિયો હું તમને બતાવવાની છું એ કદાચ તમે જોયો હોય. લોકો યુનિક કરવાની હોડમાં કોણ જાણે શુંએ કરતા હોય છે. ક્યારેક તો એમ થાય કે ખરેખર વ્યક્તિ ફેમસ થવા પાછળ ગાંડો થઈ જાય છે અને ગમે તેવા ગતકડાં કરે છે. તેમ એવા વીડિયો તો ઘણા જોયા હશે જેમાં બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ એકબીજાને ફૂલ અથવા વીંટી આપીને પ્રપોઝ કરે છે. પરંતુ આ વીડિયોમાં એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને બિલકુલ અલગ રીતે પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝ કરવાની આ રીતને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. આ ઘટના કોલંબિયાની છે.
અહીં એક વ્યક્તિ તેની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે લૂંટ કરવાનું નાટક કરે છે. જેમાં તેણે ગુંડાઓને બોલાવ્યા એટલું જ નહિ આ ગુંડાઓ પોતાની સાથે હથિયારો લઈને આવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો બે દિવસ અગાઉનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સૌથી પહેલા લાલ રંગની કાર જોવા મળી રહી છે. એટલામાં જ બે લોકો બાઇક પરથી નીચે ઉતરે છે. જ્યારે અન્ય એક વ્યક્તિ કાર તરફ દોડતો આવે છે. આ ત્રણે લોકો પોતાના હથિયાર બતાવીને બંનેને કારમાંથી નીચે ઉતારે છે. આ ઘટના દરમિયાન યુવતી ખૂબજ ડરી ગઈ હોય છે. અને ત્યારે જ ગુંડાઓ તેના પ્રેમીને નીચે બેસાડી દે છે ત્યારે તે યુવતી પણ નીચે બેસવા જાય છે અને તે સમયે તેનો બોયફ્રેન્ડ ખિસ્સામાંથી વીંટી કાઢીને તેને પ્રપોઝ કરે છે.
ત્યારેતે યુવતીને જાણ થાય છે કે આ એક નકલી લૂંટ છે. ત્યારે તે પહેલાતો ગુસ્સે થઈને તેના બોયફ્રેન્ડને ફટકારે છે અને પછી તેનું પ્રપોઝ એકસેપ્ટ કરી લે છે. આ દરમિયાન ત્યાં હાજર નકલી ગુંડાઓ કપલ માટે તાળીઓ પાડે છે. લોકો આ વીડિયો પર કમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જો કે આવા અવનવા કિસ્સાઓ ઘણીવાર જોવા મળતા હોય છે. કંઈ અલગ અને કંઈ નવું કરવાના ચક્કરમાં લોકો આવા ફિલ્મી ગતકડાં કરતા રહે છે.