જાણો શા માટે દિલ્હી હાઈ કોર્ટે સપિંડના લગ્ન પર પ્રતિબંધ મૂક્યો….
હિન્દુ ધર્મમાં લગ્ન કરતા પહેલા છોકરા અને છોકરીને તેમના ગોત્ર વિશે વારંવાર પૂછવામાં આવે છે. જો બંને એકજ ગોત્રના હોય તો તેમના લગ્ન થઈ શકતા નથી. હિંદુ ધર્મ પ્રમાણએ એક જ ગોત્રમાં લગ્ન કરવા પર પ્રતિબંધ છે તેમજ હિંદુ મેરેજ એક્ટમાં આવા લગ્નો પર પણ પ્રતિબંધ છે.
ગોત્રને કારણે આવી ગ એક ઘટના દિલ્હી હાઈ કોર્ટના ચુકાદાને કારણે ચર્ચામાં આવ્યો હતો. સપિંડ (એટલે કે જેમનું ગોત્ર એક હોય તેમને સપિંડ કહેવાય છે.)ના લગ્નની ચર્ચાઓ જોર પકડવા લાગી. તો શા માટે દિલ્હી હાઇ કોર્ટે સપિંડ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો છે, શા માટે ભારતના બંધારણમાં તેની મંજૂરી નથી અને શા માટે કેટલાક સમુદાયોમાં સગાં સાથે લગ્ન કરવાની પરંપરા ચાલી રહી છે.
25 જાન્યુઆરી 2024 ના રોજ દિલ્હી હાઈ કોર્ટે એક મહિલાની અરજીને ફગાવી દીધી જેમાં તેને લાંબા સમયથી હિન્દુ લગ્ન અધિનિયમ 1955 ની કલમ 5(v) ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરી રહી હતી. મહિલાના પતિએ વર્ષ 2007માં એ બાબત સાબિત કરી હતી કે તેના લગ્ન એક સપિંડ લગ્ન હતા. ત્યાર બાદ કોર્ટે તેમના લગ્નને અમાન્ય જાહેર કર્યા હતા.
અગાઉ પણ મહિલાએ નીચલી કોર્ટના નિર્ણયને દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ ઓક્ટોબર 2023માં હાઈ કોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી હતી. ત્યરબાદ મહિલાએ ફરીથી રિવ્યુ પિટિશન દાખલ કરી અને હાઈ કોર્ટને તેના નિર્ણય પર વિચાર કરવા અપીલ કરી હતી. મહિલાએ દલીલ કરી હતી કે ઘણા સમુદાયોમાં રિવાજો વિના પણ સપિંડ લગ્નો થાય છે. રિવાજ ન હોવાને કારણે લગ્નને અમાન્ય જાહેર કરવું ખોટું છે.
આ સિવાય મહિલાએ પોતાની દલીલમાં આ નિર્ણયને બંધારણની કલમ 14નું ઉલ્લંઘન પણ ગણાવ્યું, જેમાં દરેકને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. મહિલાએ કહ્યું હતું કે લગ્ન બંને પરિવારોની સહમતિથી થયા છે, તેથી તેને ખોટા માની શકાય નહીં.
દિલ્હી હાઈકોર્ટે મહિલાની તમામ દલીલોને નકારી કાઢી અને હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 5(V)ની બંધારણીય માન્યતાને સમર્થન આપતા કોર્ટે કહ્યું હતું કે સામાજિક વ્યવસ્થાને બચાવવા અને જન્મજાત વિકૃતિઓના જોખમને ઘટાડવા માટે સપિંડ લગ્ન પર પ્રતિબંધ જરૂરી છે.
આ ઉપરાંત મહત્વનો ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે મહિલા અરજદારે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી જે સપિંડ લગ્નને યોગ્ય ઠેરવી શકે. મહિલા સાબિત કરી શકી ન હતી કે સપિંડ લગ્ન તેના સમુદાયમાં એક રિવાજ છે. મહિલા એ સાબિત કરવામાં પણ નિષ્ફળ રહી છે કે સપિંડ લગ્નએ બંધારણની કલમ 14 હેઠળ સમાનતાના અધિકારમાં આવે છે. અને તેના આધારે અરજદારની અરજી ફગાવી દેવામાં આવે છે.