નવી દિલ્હી: અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળે ફરી પરાક્રમ બતાવ્યું છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં 24 કલાકમાં બે જહાજોને સમુદ્રી ચાંચિયાઓથી બચાવ્યા છે. નૌકાદળે એક જહાજમાંથી 19 પાકિસ્તાની ક્રૂ મેમ્બરને અને બીજા ઈરાનના જહાજમાંથી 17 ક્રૂ મેમ્બરને બચાવ્યા છે.
ભારતીય નૌકાદળે 28 અને 29 જાન્યુઆરીએ અરબી સમુદ્રમાં બે જહાજોને હાઇજેક થતા બચાવ્યા હતા. અહેવાલો અનુસાર, નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ રવિવારે સૌથી પહેલા ઈરાની જહાજ એફબી ઈરાનને હાઈજેક થતા બચાવ્યું હતું. આ પછી અરબી સમુદ્રમાં જ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને અલ નૈમી નામના જહાજને સોમાલિયાના ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય મરીન કમાન્ડોએ ભાગ લીધો હતો. INS સુમિત્રાએ બીજું સફળ એન્ટી-પાઇરેસી ઓપરેશન કર્યું. આ ઓપરેશનમાં ક્રૂના 19 સભ્યો અને જહાજને સોમાલીયન ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યા હતા.
નૌકાદળના અધિકારીઓનું કહેવું છે કે હિંદ મહાસાગર વિસ્તારમાં ચાંચિયાગીરી વિરોધી કામગીરી પર તૈનાત જહાજો તમામ નાવિકોની સુરક્ષા માટે તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આં પણ ભારતીય નૌકાદળે ચાંચિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલા માછીમારીના જહાજોને બચાવ્યા હતા. અગાઉ 5 જાન્યુઆરીએ, INS ચેન્નાઈએ સોમાલિયાના દરિયાકાંઠે એક જહાજના ક્રૂ મેમ્બર્સને સફળતાપૂર્વક બચાવ્યા હતા. 15 ભારતીય ક્રૂ મેમ્બરોએ કાર્ગો જહાજ એમવી લીલા નોરફોકને ચાંચિયાઓથી બચાવી લીધું હતું. આ ઓપરેશન મરીન કમાન્ડો (MARCOS) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.