તરોતાઝા

મસ્ત મસ્ત રીતે લાંબું જીવવું છે..?

આ રહ્યા 7 સોનેરી સરળ ઉપાય ..!

આરોગ્ય + પ્લસ – નિધી શુકલા
આજના જમાનામાં આપણામાંથી કોઈ ભાગ્યે જ આ કોંક્રિ્ટના જંગલમાંથી નીકળીને ઘનઘોર જંગલમાં જઈને અઘોર તપ કરીને શિવ-વિષ્ણુ જેવા ભગવંતને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવે : તથાસ્તુશતાયુ ભવ:!' આવા આશીર્વાદ આપણને જો સપનાં પણ મળી જાય તો આપણેને બે-પાંચ કરોડનો જાણે જેકપોટ લાગી ગયો હોય એવા આનંદિત થઈ જઈએ.. ખેર, આજો ને તો’ની રમત છે. કોઈ જંગલમાં જતું નથી ને કોઈ આપણને આશીર્વચન કહેવા નવં છે. સ્વર્ગ જેવાં સુખનું આરોગ્ય પામવું હોય તો મર્યા વગર ધરતી પર જાતે જીવતાં રહીને લાંબી આવરદા મેળવવી રહી.
તમે ધારો છો એવું આ કાર્ય અઘં પણ નથી. અનુભવી તબીબ-જાણીતા આરોગ્યશાસ્ત્રી અને કુશળ મનોચિકિત્સકોએ 7 સોનેરી ઉપાય-ઉકેલ કે પછી એવાં માર્ગ સૂચવ્યા છે, જેના દ્વારા લાંબી આયુ સુધી તમે પ્રસન્તાપૂર્વક જીવી શકો..
આ છે એ 7 ચાવી, જે દીર્ધ આયુનું તાળું ખોલી શકે
1) ફિટનેસ-વેલનસના નિષ્ણાતો કહે છે કે તમારી કાયાને સતત ચેતનવંતી રાખો. કાર્યારત રાખો. શરીરમાં ક્યારેય આળસ પ્રવેશવા ન દો, તમારી શારીરિક સક્રિયતા અને વિભિન્ન પ્રવૃત્તિ તમારા હૃદયને ધબકતું રાખે છે-શરીરનું લોહીભ્રમણ રાબેતા મુજબ રાખે છે. આ ક્રિયા-પ્રકિયાથી બહારની બીમારીનું આક્રમણ ખાળી શકાય છે. શરીરના સ્નાયુ પણ વધુ મજબૂત બને છે એટલે પડી જવા જેવા અકસ્માતે પણ એ ભાંગતાં-તૂટતાં નથી.
આના માટે જાણીતા કાર્ડિયાક-હાર્ટના નિષ્ણાતો સપ્તાહ દરમિયાન કુલ 150 મિનિટની હળવીથી લઈને થોડી ઝડપી એક્સર્સાઈઝ-કસરત કરવાની સલાહ આપે છે
2) તમારા રોજિંદા ખોરાકમાંથી પ્રોસેસ્ડ-પેક્ડ ફૂડને (અગાઉથી જેની મૂળ રચનામાં ફેરફાર કરીને ડબ્બામાં પેક કરવામાં આવી હોય એવી ખાદ્ય સામગ્રી) વહેલામાં વહેલી તકે તિલાંજલિ આપો. એની બદલે વધુ ફળફળાદિ અને તાજાં-લીલાં શાકભાજીનો આહાર વધારી દો…આને લઈને હાર્ટ-હૃદયના રોગ-કેન્સર -ડાયાબિટીશ અને ડિમેંનશિયા-ચિત્તભ્રમની શક્યતા ઘટી જાય છે.
3) સ્મોકિગ-ડ્રિકિગ એટલે કે ધૂમ્રપાન-શરાબ સેવનથી દૂર રહો આમ છતાં, તમે સોશિયલ ડ્રિંકિગ' કરતા હો તો એને એક ચોક્કસ હદ પૂરતું જ રાખો. હદ કોઈ પણ વટાવે તો એને લિવર (પિત્તાશય-યકૃત) તથા હૃદયની માંસપેશીની પ્રક્રિયામાં ગરબડ સર્જાતા હૃદયના ધબકારા અચાનક વધી-ઘટી જવાની (એટ્રિયલ ફિબ્રિલેશન) ગંભીર સમસ્યા સર્જાય શકે ઉપરાંત કેન્સરની બીમારીનો પણ ભોગ બની શકાય. 4) પૂરતી ઊંઘ બહુ જ જરૂરી હા, આ પણ તમારી જીવાદોરી વધારવાનો એક કામયાબ ઉપાય છે. તમે ગમે તેટલા કામઢા હો,પણ એમાંથીય સમય ચોરીને ય રોજની 6-7 કલાકની નિદ્રા તમારા માટે પારસમણિ સાબિત થઈ શકે છે. સારી - ઘસઘસાટભરી ઊંઘ તમારી આવરદા વધારવામાં એક્ મહત્ત્વની કડી પુરવાર થશે. પૂરતી નિદ્રા તમારા બ્રેન-મગજને તરોતાજા રાખે છે-એની એ કાર્યશક્તિ વધારે છે. અનેક રોગ -બીમારીને આવતી રોકવામાં અચ્છી ઊંઘ એક સુદ્રઢ સુરક્ષા ચક્ર છે. 5) સંબંધો વધુને વધુ સુદ્રઢ બનાવો સામાન્ય રીતે, શરીરની તંદુરસ્તી પર આપણે વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. શારીરિક તબિયતની સરખામણીએ આપણે માનવી વચ્ચેના સંબંધ પર ઓછું ધ્યાન આપીએ છીએ. હકીકતમાં આ માનવીય સંબંધ પણ એટલા જ અગત્યના છે.હાર્વડ સ્કૂલ ઓફ મેડિસિન’ દ્વારા થયેલાં તાજા સંશોધનનાં તારણો પણ એ સૂચવે છે કે ઘર-પરિવાર-સ્વજનો-મિત્રો-સાથે કામ કરતા સહયોગીઓ સાથે તમારા રોજિંદા સંબંધ જેટલા મજબૂત હશે તેટલી તમારી તબિયત વધુ તંદુરસ્ત અને તાજીમાજી રહેશે.
6) થિંક પોઝિટિવ-લીવ લોંગર
જીવનના ડગલે ને પગલે નકારાત્મક્તા તમારી નજીક ફરકવા ન દો શ્વાસે-ઉછ્શ્વાસે સકારાત્મક વિચારો હંમેશાં કંઈક સાં બનશે,,! એવી આશાથી ઉછળતા રહો. તબીબી તેમજ માનસચિકિત્સાનાં રિ-સર્ચ પણ એ કહે છે કે આશાવાદી વ્યક્તિ બીજાની સરખામણીએ મોજથી જીવે છે અને લાંબી આયુ ભોગવે છે!
-અને આ બધા વચ્ચે દીર્ઘાયુ થવાની-રહેવાની 7મી ચાવી સાવ સિમ્પલ, છતાં બડી કામની છે.
એ છે :
`ચિંતા છોડો-ડોન્ટ વરી એન્ડ બી હેપી..!’ ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…