તરોતાઝા

ઘોડેસ્વારી કરો તનમનથી સ્વસ્થ રહો

કવર સ્ટોરી – મુકેશ પંડ્યા

26 જાન્યુઆરીના દિવસે એક નાની પણ મહત્ત્વની ઘટના બની. ભારતના રાષ્ટ્રપતિ મુર્મૂ અને ફ્રાન્સના વડા પ્રધાન મેક્રોએ રાષ્ટ્રપતિ ભવનથી કર્તવ્ય પથ (જૂનું નામ રાજ પથ) સુધી ઘોડાની બગીમાં પ્રવાસ કર્યો. લગભગ ચાલીસ વર્ષ બાદ આ પ્રથા ફરી અમલમાં મૂકવામાં આવી. સલામતીના કારણસર આ પ્રથા બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે શરૂ કરવામાં આવી ત્યારે એક વાતનો આનંદ જરૂર થાય કે હવે દેશની સલામતી કોઈક સલામત હાથોમાં છે. જોકે. આપણે અહીં કોઈ રાજકીય ચર્ચા નથી કરવી, પરંતુ આ દૃશ્ય જોઈ ઘોડા અને માનવ વચ્ચેના સંબંધ યાદ આવી ગયા. યુદ્ધ હોય કે પ્રવાસ, ખેતીવાડી હોય કે ચિકિત્સા ઘોડાએ હંમેશાં માણસના મિત્ર બની સાથ આપ્યો છે.
તમને એમ લાગશે કે બીજું બધું તો ઠીક પરંતુ માણસના સ્વાસ્થ્યમાં ધોડાઓ કેવી રીતે ભાગ ભજવતા હશે તો ચાલો આજે વિસ્તાર પૂર્વક જોઈએ .
હજારો વર્ષથી ઘોડા અને માનવ સહજીવન જીવતા આવ્યા છે. રામના અશ્વમેધ યજ્ઞથી માંડીને મહાભારતમાં સાત અશ્વ સાથેના 2થ પર સવાર કૃષ્ણ – અર્જુનને આપણે જોયા જ છે. પૂરા વિશ્વમાં વર્ષોથી ઘોડાનો ઉપયોગ થતો જ આવ્યો છે. મુંબઈમાં એક સમયે ઘોડાગાડીનો વટ પડતો હતો જે છેલ્લાં થોડા વર્ષથી બંધ કરવામાં આવી છે. પાલતુ પ્રાણીઓમાં ઘોડો સૌથી વધુ ઝડપી, ચપળ, બુદ્ધિશાળી અને સંવેદનશીલ પ્રાણી છે.
એ માણસની લાગણીઓ સમજીને ઝડપથી પ્રતિભાવ પણ આપે છે. તેની આ જ ખૂબી માણસના સ્વાસ્થ્ય માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. ગાયની જેમ ઘોડાની સાથે પણ થોડો સમય ગાળવાથી આપણા તનમનના આરોગ્ય પર સારી અસર થાય છે.
વિદેશમાં ઘણી જગ્યાએ હોર્સ હીલિંગ થાય છે.
હાલ વિશ્વના 50થી વધુ દેશોમા એકવાઇન આસિસ્ટેડ થેરાપી (અશ્વ વિષયક ચિકિત્સા) થી વિવિધ સારવાર થઈ રહી છે. 1980 માં ઉત્તર અમેરિકામા સૌ પ્રથમ આ સારવારને લગતો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો હતો. ઘોડેસ્વારી એક મધ્યમ કક્ષાની કસરત છે. જેનાથી શરીરની માંસપેશીઓથી માંડીને મગજના કોષોને લવચીકતા મળે છે . ઘોડેસ્વારી કરવાથી શરીર અને મન એલર્ટ બને છે. શરીરના સ્નાયુઓ મજબૂત બને છે. તન મનમાં ચુસ્તી અને સ્ફૂર્તિ બની રહે છે.ધોડેસ્વારી કરવાથી શરીરની વધારાની ચરબી ઘટાડી શકાય છે. અડધો કલાક ધોડેસ્વારી કરવાથી શરીરની 200 કેલરી બાળી શકાય છે. વજન નિયંત્રિત કરી શકાય છે . બ્લડ પ્રેશરને નિયંત્રણ માં રાખી શકાય છે. હૃદય સક્ષમ બને છે . તેની કાર્ય શક્તિ વધે છે. હૃદયની બીમારીથી બચી શકાય છે. તાણ મુક્તિનો અનુભવ થાય છે .
બાળકોને ઘોડેસ્વારી જર કરાવજો કારણકે તેનાથી બાળકનું મગજ વિકસિત થાય છે. શીખવાની અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા વધે છે. યાદશક્તિ અને સમજણ શક્તિમાં વધારો થાય છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ઘણાં બાળકોને નાનપણમાં સેરિબ્રલ પાલ્સી નામની મગજની બીમારી લાગુ પડે છે તે બાળકોને ઘોડા પાસે લઈ જવાથી અને સાંનિધ્ય માત્રથી સાજા થયા હોવાના દાખલા જોવા મળે છે.
ઘણા માનસિક ફાયદા પણ થાય છે. દુ:ખ કે આધાત સહન કરવાની શક્તિ મળે છે. ઘોડેસ્વારી કરતી સમયે શરીર અને મનને જાગૃત રાખવા પડે છે. જે રોજની જિંદગીમા પણ કામ લાગે છે. મનની એકાગ્રતા વધે છે. ધોડેસ્વારી કરવાથી કુદરત સાથે આપણો સંબંધ જોડાય છે. તાજી હવા અને સૂર્ય ર્પ્રકાશ મળે છે. ચિંતા અને ડિપ્રેશન દૂર ભાગે છે. સાહસ વૃત્તિ અને હિંમતમા વધારો થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગાયની સાથે ઘોડાઓની પણ સેવા કરતા હતા. યુદ્ધમાં ઘાયલ થયેલા ઘોડાની સારવાર પણ ખુદ કરતા હતા. આજે માણસનો ઘોડા સાથેનો સંબંધ છૂટતો જાય છે. માત્ર લગ્ન વખતે જ વરઘોડે ચઢે છે. આ લહાવો ક્નયાઓને પણ મળવો જોઈએ. ઘણા સમાજમાં ક્નયાઓને પણ ફુલેકા કાઢી ને ઘોડા પર બેસાડવામાં આવે છે. શિવાજી અને મહારણા પ્રતાપની જેમ રાણી લક્ષ્મીબાઈ પણ ધોડેસ્વારીમા પાવરધા હતા . આજે મુંબઈમાંથી ઘોડાગાડી નો એક્કો નીકળી ગયો છે. પહેલા મુંબઈની ગલીઓમાં રજાઓને દિવસે ઘોડાવાળા આવતા બાળકો હોંશે હોંશે બેસતા. એ પણ હવે ઓછું થઈ ગયું છે. હવે દરિયા કિનારે કે માથેરાનમા જ આ સુવિધા ઉપલબ્ધ છે, તેમને વાર તહેવારે ત્યાં લઈ જવા જોઈએ ઘોડાના ઉપયોગ થી તનમન ને જ નહીં પર્યાવરણને પણ ફાયદા થાય છે. મોટરથી ચાલતા વાહનો પ્રદૂષણ વધારતા ગ્રીન હાઉસ ગેસ વતાવરણમાં છોડે છે જયારે ચુસ્ત શાકાહારી ઘોડા ઓ ને ખાવા માટે ફક્ત ઘાસ અને દાણા જોઈએ છે જે આપણા કૃષિ પ્રધાન દેશમા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ ડિઝલ માટે અન્ય દેશો પર આધાર રાખવો પડે છે. ઘોડાઓ જે મળમૂત્ર આપે છે તેનો ખેતરમા ખાતર તરીકે ઉપયોગ થાય છે. મુખ પર વિદ્ધ દિશામા બે મસમોટી આંખો ધરાવતા ઘોડાઓ ચારે તરફ બારીકાઈથી નિરીક્ષણ કરી શકે છે જે છે જે તેના સ્વામી નું જતન કરવા માટે ઘણી જ ઉપયોગી છે. આપણા લશ્કરમા અશ્વદળ સામેલ છે. પરંતુ એથી આગળ વધીને દરેક શાળા કોલેજમાં ધોડેસ્વારી ફરજિયાત શીખવવી જોઈએ. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button