મરણ નોંધ

હિન્દુ મરણ

વીજયવર્ગી (બનીયા) મારવાડી
હાલ નાલાસોપારા જ્યોતિ રાજેન્દ્ર અને રાજેન્દ્ર રામેશ્વરલાલ વીજયવર્ગીના પુત્ર કુણાલ (ઉં. વ. 25) ગુરુવાર, 25-1-24ના વૈંકુઠધામ થયેલ છે. તે રામેશ્વરલાલ કેશવલાલ વીજયવર્ગીના પૌત્ર. નીલેશભાઈ તથા શેલૈષભાઈના ભાણેજ. લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
દશા પોરવાડ – વૈષ્ણવ વણિક
સોજીત્રાવાળા હાલ કાંદિવલી સ્વ. વસંતભાઈ ચીમનલાલ પરીખના ધર્મપત્ની નયનાબેન (ઉં. વ. 83) 27-1-24, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે રાકેશ, રાજેશ, રૂપેશના માતુશ્રી. સ્વાતી, શિલ્પા, ચાંદનીના સાસુ. ચિ. રિયાના દાદી. પિયરપક્ષે સુરતવાળા હાલ તારદેવ સ્વ. યોગેશભાઈ શાંતિલાલ દમણીયાના બેન. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. શાંતિલાલ ચત્રભુજ કોઠારીના ધર્મપત્ની ગં. સ્વ. ભાવનાબેન (ઉં. વ. 85) ગામ કોટડા સુમરી રોહા હાલ ઘાટકોપર શુક્રવાર, 26-1-24ના રામશરણ પામ્યા છે. તે હર્ષિતા રાજેશ ચંદ્રાણીના માતુશ્રી. ગં. સ્વ. લક્ષ્મીબેન લક્ષ્મીદાસ, સ્વ. કસ્તુરબેન જાદવજી, ગં. સ્વ. ઝવેરબેન વીરજીના દેરાણી. ગં. સ્વ. સાવિત્રીબેન ખીમજી, સ્વ. રંજનબેન ઉમરશીના જેઠાણી. મોહનભાઈ કાનજી ઠક્કરના બેન. વસંતબેનના નણંદ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
મેંદરડા નિવાસી હાલ બોરીવલી સ્વ. સુશીલાબેન ચંદુલાલ ઘેલાણીના પુત્ર તથા ભાવનાબેનના પતિ. જીતેન્દ્રભાઈ (ઉં. વ. 61) તે યશના પિતા. રેખાબેન ભુપેન્દ્રભાઈ ઘીયા, સુરભીબેન જયેશભાઇ સાંગાણી, સ્વ. અજયભાઇના ભાઈ. સ્વ. મનહરલાલ હીરાચંદ શેઠ (આકોલા નિવાસી)ના જમાઈ 27/1/24 ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક સમાજ
સુલતાનપુર નિવાસી હાલ નાલાસોપારા સ્વ. મોહનલાલ અમરસી ગાદોયાના પુત્રવધૂ. સ્વ. હંસાબેન (ઉં. વ. 69) તે પ્રવીણચંદ્ર ગાદોયાના પત્ની. અર્પિત તથા ખુશાલી રામચંદ્ર કેવટના માતુશ્રી. સ્વ. કાંતિલાલ મોહનલાલ ગાદોયાના નાનાભાઈના પત્ની. તે મૂલચંદભાઈ, મહેન્દ્રભાઈ, હંસાબેન ધીરજલાલ, ક્રિષ્નાબેન બિપીનકુમાર, આશાબેન સતિષકુમારના ભાભી. ગં. સ્વ. સુશીલાબેન કાંતિલાલ, રમેશભાઈ, નવીનભાઈ, લલિતભાઈ વાડીલાલના બહેન શુક્રવાર તા. 26/1/24ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે. પ્રવીણચંદ્ર મોહનલાલ ગાદોયા રૂમ નં. 1, બિલ્ડિંગ નં. 1, રશ્મિ દિવ્ય કોમ્પલેક્ષ, પંજાબ નેશનલ બેંક ની સામે, નાલાસોપારા વસઈ લિક રોડ, નાલાસોપારા (ઈસ્ટ).
ઘોઘારી લોહાણા
માતુશ્રી લીલાવતીબેન બાલુભાઇ રાજા (ઉં. વ. 94) તા. 26-1-24 શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે ડો. દીલીપભાઇ, નરેન્દ્રભાઇ, સ્વ. પ્રમોદભાઇ, સ્મિતાબેન (જયોતી) જનકભાઇ તથા રૂપાબેન પરેશભાઇ તેજુરાના માતુશ્રી. તે જનકભાઇ ઠક્કર, પરેશભાઇ તેજુરા, ડો.રશ્મિબેન, ભારતીબેન, અરૂણાબેનના સાસુ. તે સ્વ. વનમાળીદાસ મનજીદાસ રૂપારેલીયાના દીકરી. તે કપીલ-નેહલ, હંસલ-પ્રિયા, રોહન-ભક્તિ, દિશા-ચિંતન, ડીમ્પલ, પરાગ-વૈશાલી, હેતલ-કેતન, સેજલ-સંજય, મીહિર-પૂનમ, ધીમાન-એલીઝાબેથના દાદીમા/નાનીમા. શ્રદ્ધાંજલી સભા મંગળવાર તા. 30-1-24ના સાંજે 5-30થી 7. ઠે. બેન્કવેટ હોલ, ધ રિઝર્વ, એલ.એન.પપ્પન માર્ગ, ઇ. મોઝીસ રોડની પાછળ, વરલી, મુંબઇ-18.
ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
ગામ હળવદ નિવાસી હાલ વસઈ, સ્વ. મનસુખલાલ લક્ષ્મણદાસ સોલંકી, (ઉં. વ. 80) તા. 26/1/24ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે, તે જશુબેનના પતિ. હર્ષદ, હિતેશ, ઉમાના પિતા. પુષ્પા, સુધા, સંજય કુમાર પોપટલાલ રાઠોડના સસરા. ધન ગૌરી જગદીશકુમાર સોલંકીના ભાઈ. કવલ, અનુ દેવાંશ કુમાર સરવૈયા, ખુશ્બુ, યશના દાદા. રમેશભાઈ, બીપીનભાઈ હિંમતભાઈ પરમારના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1/2/24ના ગુરુવારના સાંજે 4 થી 6 રાખેલ છે. સ્થળ: બાપ્સ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, પાર્વતી સિનેમાની પાછળ, ગોલ્ડન પાર્ક હોસ્પિટલની સામે, સાઈ નગર, વસઇ – વેસ્ટ.
મચ્છુકઠિયા સઈ સુતાર
મૂળ ગામ મોટીપાનેલીના સ્વ. દિવાળીબેન બાબુલાલ ચાવડાના પુત્ર હાલ કાંદિવલી જયસુખભાઈ બાબુલાલ ચાવડા (ઉં. વ. 72) તા. 28-1-24 રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નિર્મળાબેનના પતિ. તે શૈલેશભાઈ, કેતનભાઇ, પારૂલબેન નીરજકુમાર દવે, ભાવિનીબેન મનીષકુમાર ધામેચાના પિતાશ્રી. તે શ્રુતિબેન અને હર્ષદાબેનના સસરા. તે શુભમ, પ્રિયલ, આધ્યાના દાદાજી. તે મોહનલાલ દેવજીભાઈ ગોહેલના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. 30-1-24ના મંગળવારના 4 થી 6. પ્રાર્થનાસ્થળ- પાવનધામ, મહાવીરનગર, એમ.સી.એ. ક્લબની પાસે, કાંદિવલી-વેસ્ટ.
ઘોઘારી દશા દિશાવળ વણિક
સ્વ. અમૃતલાલ પારેખના સુપુત્ર રાજેન્દ્ર પારેખ તે સ્વ. શોભનાબેનના વર. વિશાલ તથા જીજ્ઞાસાના પિતાજી તા. 28-1-24ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ પોરબંદર જોડિયા, હાલ નાલાસોપારા રસિકલાલ વલ્લભદાસ રાજદેવ (ઉં.વ. 87) તે ઉર્મિલાબેનના પતિ. શિલ્પા પરેશ ઠક્કર, હેમા સ્વપ્નીલ શિરવાડકરના પિતાશ્રી. તે વિજયભાઈ પ્રભુદાસ ઠક્કર અને સ્વ. નયનાબેન અમૃતલાલ કાનાબારના બનેવી. તે નિદ્ધિ વિરેન શાહ, સાનવીના નાનાજી તા. 29-1-24, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…