નેશનલ

શૅરબજારમાં પ્રી-બજેટ રેલી? સેન્સેક્સ 1241 પોઇન્ટ ઊછળ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયાઇ બજારોના સુધારા અને સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં સપ્તાહના પહેલા દિવસે શેરબજારે જોરદાર છલાંગ લગાવીને રોકાણકારોને રાજી કરી દીધા છે. સેન્સેકસ 1241 પોઇન્ટથી ઊંચી છલાંગ લગાવી ફરી 72,000 પોઇન્ટની નજીક પહોંચ્યો છે. એ જ રીતેે, નિફ્ટી ફરી 21,750 પોઇન્ટની સપાટી નજીક પહોંચ્યો છે.
બીએસઇ પર લિસ્ટેડ તમામ ટે્રડડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલ રૂ. 6.08,556.11 કરોડનું વધારા સાથે રૂ. 3,77,20,679.19 કરોડ એટલે કે 4.53 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચ્યું છે. આ રીતે દલાલ સ્ટ્રીટના રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા છ લાખ કરોડનો વધારો થયો છે.
રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક સહિતના ઇન્ડેક્સ હેવીવેેઇટ શેરોમાં જોરદાર લેવાલીનો ટેકો મળતાં બેન્ચમાર્કને આગળ વધવાનું ઇંધણ મળ્યું હતું.
ચાઇનાએ સતત ગબડતા શેરબજારને ટેકો આપવાની અને ચાઇના એવરગ્રાન્ડેને લિક્વિડેશનમાં જવાનો આદેશ આપ્યો ત્યારબાદ એશિયાઇ બજારોમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકન બજારોમાં મિશ્ર વલણ હતું અને યુરોપના બજારોમાં મોટેભાગે નરમાઇ જોવા મળી હતી.
જોકે, યુએસ ડેટામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વહેલી તકે ઘટાડો થવાના સંકેત સાંપડ્યા હોવાથી વિશ્વ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજાર માટે આ મહત્ત્વનું અઠવાડિયું રહેશે જેમાં બહુપ્રતિક્ષિત વચગાળાનું બજેટ રજૂ થવાનું છે અને કોર્પોરેટ પરિણામો પણ જાહેર થવાના છે.
દરમિયાન ભારત વીઆઇએક્સ ઇન્ડેક્સ આજે આઠ ટકા જેવો વધ્યો છે, જે આગળની ઉથલપાથલ વધવાની શક્યતા દર્શાવે છે. નિફ્ટી ફાઇનાન્શિયલ, મીડિયા, પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંકના ઇન્ડેક્સમાં એક ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે.
અગ્રણી માર્કેટ એનાલિસ્ટે કહ્યું કે, આ અઠવાડિયે બે મહત્વની ઘટનાઓ થવાની છે, જેમાં વચગાળાનું બજેટ અને રેટના નિર્ણય અંગેની અમેરિકાની ફેડરલ રિઝર્વની બેઠકનો સમાવેશ છે. પરંતુ, તેમના મતે આ ઘટનાઓ બજારને મોટી અસર કરે તેવી શક્યતા નથી. બજારને અસર કરી શકે તેવી મોટી જાહેરાતો વિના બજેટ માત્ર એક વોટ ઓન એકાઉન્ટ હશે. એ જ રીતે ફેડરલના નિર્ણય અંગે જોઈએ તો, વ્યાજ દરમાં કોઈ વહેલા કાપની અપેક્ષા નથી, પરંતુ તેની કોમેન્ટ્રી પર ઝીણવટથી નજર રાખવામાં આવશે. એકંદર બજારને તેના પરથી જ દિશા મળશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત