નેશનલ

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાનો જંગ

15 રાજ્યની 56 બેઠક માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી

નવી દિલ્હી: આખા દેશ સહિત વિશ્વની નજર સૌથી મોટા લોકશાહી દેશ ભારતની 2024ની સામાન્ય ચૂંટણી પર છે ત્યારે તે પહેલા દરેક પક્ષ માટે એક જંગની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યસભાની 56 બેઠકની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે.
કુલ 15 રાજ્યમાં 56 બેઠક ખાલી થવાની હોય તેના પર નવા સભ્યને ચૂંટવાની કવાયત કરવામાં આવશે, જેમાં ઉત્તર પ્રદેશમાં 10, બિહારમાં છ, મહારાષ્ટ્રમાં છ, મધ્ય પ્રદેશમાં પાંચ, પશ્ચિમ બંગાળમાં પાંચ બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાત, મધ્ય પ્રદેશને બાદ કરતા દરેક રાજ્યમાં ભાજપ-કૉંગ્રેસે મહેનત કરવી પડશે.
બિહારમાં રાજ્યસભાની છ બેઠકો પર ચૂંટણી થવાની છે. જ્યારે યુપીમાં 10 બેઠકો છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ રાજ્યો છે. આ બે રાજ્યો સિવાય બીજેપી શાસિત ઘણા રાજ્યોમાં પણ ચૂંટણી યોજાવાની છે. નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. નામાંકન પરત ખેંચવાની તારીખ 20મી ફેબ્રુઆરી સુધી છે. મતદાન પ્રક્રિયા 27 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે, જ્યારે મત ગણતરી 27 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પંચે તેની વેબસાઈટ પર પણ આ સંબંધિત માહિતી આપી છે. બેઠકોની વાત કરીએ તો આંધ્ર પ્રદેશમાં ત્રણ, બિહારમાં છ, છત્તીસગઢમાં એક , ગુજરાતની ચાર , હરિયાણામાં એક, હિમાચલ પ્રદેશમાં એક , કર્ણાટક અને મધ્ય પ્રદેશની પાંચ, મહારાષ્ટ્રમાં છ , તેલંગાણામાં ત્રણ બેઠકો, ઉત્તર પ્રદેશમાં 10, ઉત્તરાખંડમાં એક બેઠક, પ.બંગાળમાં પાંચ, ઓડિશામાં ત્રણ અને રાજસ્થાનમાં ત્રણ બેઠક પણ ચૂંટણી યોજાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button