આપણું ગુજરાત

ભાજપમાં ભરતી મેળામાં કૉંગ્રેસના ત્રણ મોટા માથાંએ ભગવી પાઘડી બાંધી

(અમારા પ્રતિનિધિ તરપથી)
અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપનું કૉંગ્રેસ મુક્ત ગુજરાત અભિયાન શરૂ થઈ ગયું છે. ભાજપે વિપક્ષના નેતાઓને પાર્ટીમાં લાવવાનો તખતો ગોઠવી દીધો છે. કૉંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈને કેસરિયો કરાવવા આવી રહ્યાં છે. ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ઊથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કૉંગ્રેસને મોટા ફટકા પડી રહ્યા છે, સોમવારે ભાજપમાં ભરતી મેળામાં વધુ કૉંગ્રેસીઓ સામેલ થવા જઈ રહ્યાં છે. ગુજરાત કૉંગ્રેસમાં મોટા માથા કહેવાતા, જામજોધપુરના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, ડભોઇ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ તથા બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ
રાઉલજી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવાના છે.
જામજોધપુરના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાશે. કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાશે. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય છે ચિરાગ કાલરિયા. તેમના ભાજપમાં જવાથી કૉંગ્રેસને જામજોધપુરમાં મોટો ફટકો પડી શકે છે. સોમવારે ડભોઇ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપના કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. બાલકૃષ્ણ પટેલ ભાજપથી નારાજ થઈ કૉંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. સાવલીના કૉંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ પણ ભાજપમાં જોડાનાર છે. કુલદીપસિંહ પોતાના કાર્યકર્તાઓ સાથે શક્તિપ્રદર્શન કરીને કેસરિયા કર્યા હતા. તેઓએ સાવલીમાંથી 200 ગાડીઓ બુક કરાવી છે. બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. કૉંગ્રેસની ટીકીટ લઈ વિધાનસભાની ચૂંટણી લડેલા કોંગી ઉમ્મીદવાર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો કાર્યકરો સાથે ગાંધીનગર રવાના થયા છે. ડેસરથી 1500થી વધુ કાર્યકરો સમર્થકો સાથે 100થી વધુ વાહનો દ્વારા કાફલો ગાંધીનગર રવાના થયો છે. કમલમ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેઓ કેસરિયો કરશે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા અને ભાજપા સરકારના વિકાસકાર્યોને લઈ તેઓએ ભાજપામાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. કુલદીપસિંહ 2023માં કેતન ઇનામદાર સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?