હાલ મકરસંક્રાંતિની અવધિ ચાલે છે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં ગ્રહમંડળમાં રાજાદી ગ્રહ
સૂર્ય મકર રાશિમાં
મંગળ ધન રાશિ
બુધ ધન રાશિ
ગુ મેષ રાશિ
શુક્ર ધન રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.
હાલ મકરસંક્રાંતિની અવધિ ચાલતી હોવાથી જરૂરિયાતમંદને યથાશક્તિ મદદ કરવાથી છુપા આશીર્વાદ મળી શકે છે તેમજ સૂર્ય ગ્રહની ઉપાસના,શનિ ગ્રહનું અલગ-અલગ દાન ભિક્ષુકોને આપવાથી લાંબા સમયથી અસાધ્ય બીમારીઓમાંથી છુટકારો મળશે.
શિશુઓ તથા સિનિયર સિટીજન વર્ગએ સૂર્યોદય સમયે કૂણો તડકો લેવો. ગરમા-ગરમ ખાધ પદાર્થો ખાવા.
મહિલા વર્ગે તાવ, શરદી સાથે ગળા ને લગતી બીમારીઓથી કાળજી રાખવી આવશ્યક. સવારના સમયે નમક સાથે હૂંફાળા પાણીના કોગળા કરવા.
(1) મેષ (અ,લ,ઇ):- ગુપ્તાંગ ભાગે ખંઝવણ વકરે. સમયસર ઊંઘ ન આવવાની ફરિયાદ બની રહે.નિત્ય ગુદેવનો મંત્ર સાથે રામ નામ જાપ કરવા હિતકારી બની રહેશે.
(2) વૃષભ (બ,વ,ઉ):- સપ્તાહના મધ્યાન્હે પેટમાં ગરબડ રહ્યા કરે. મોં પર સૂઝન આવવાની શક્યતાઓ. કુળદેવી સ્મરણ પૂજન અર્ચન સાથે સ્તોત્ર કરવા. બજા ચીજવસ્તુઓ ખાવાનું ટાળશો.
(3)મિથુન (ક,છ,ઘ):- હથેળીમાં બળતરાઓ સંભવ.સાધારણ તાવ, શરદી,ઉધરસ આવી શકે. નિત્ય તુલસીના પાન 5 પત્તાં ખાવા. વારંવાર ડોક્ટરની દવા બદલવી નહીં. ખાટા-તીખા તેમજ અત્યંત ગરમા-ગરમ ચીજ વસ્તુ ખાવી નહીં.
(4)કર્ક (હ,ડ):- નાનાં બાળકોમાં શીળસ થવાની સંભાવના. વારંવાર પેશાબ જવું પડે. વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લેવો. સૂર્ય-ચંદ્ર ગ્રહના જાપ જાતે કરવા.
(5)સિંહ (મ,ટ):- ઉંમરલાયક વ્યક્તિઓને એટેક આવવાની શક્યતા.લાંબી મુસાફરી કરવામાં તબિયત બગડે. બી.પી.ની સમસ્યાઓ હશે તો વિશેષ સંભાળવું-ચક્કર આવી શકે. વ્યસન હોય તો છોડી દેશો.
(6)ક્નયા (પ,ઠ,ણ):- સાથળના ભાગે સૂઝન આવવાની સંભાવના માટે ખાટા તીખા પદાર્થો ખાવા નહીં. દાક્તરની દવા લેવી.
શિવલિંગના દર્શન કરશો. નિત્ય પૂજા વહેલી સવારે કરશો.
(7)તુલા (ર,ત):- આ સપ્તાહ એકંદરે સાં રહેશે. ફક્ત પશુ પંખીને ચણ નિયમિત નાખશો….
(8)વૃશ્ચિક (ન,ય):- દંત પીડા સાથે માથું દુખવાની ફરિયાદ રહે. માનસિક ચિંતાઓ રહ્યા કરે. ઉગ્ર દેવોની ઉપાસના-આરાધના
અવશ્ય કરવી. મહાકાલી કે કુલદેવીની ઉપાસના ઉત્તમ.
(9)ધન (ભ,ધ,ફ,ઢ):- આકસ્મિક ઇજા થવાના અશુભ એંધાણ.ડાયાબિટીસ સમસ્યાઓ કાબૂમાં આવી શકે.
શુદ્ધ ઘીનો દીપક સાથે ગુદેવનો મંત્ર અવશ્ય કરશો.
(10)મકર (ખ,જ):- આ સપ્તાહના અંતે ગેસ, કબજિયાતની ફરિયાદ જણાય.
ગરીબોને યથાશક્તિ મદદ કરશો. હનુમાન ચાલીસાનો પાઠ કરશો.
(11)કુંભ (ગ,શ,સ):- સપ્તાહના અંતે મનોરોગ થાય તેવો ગ્રહોના એંધાણ વર્તાય. હકારાત્મક વલણ રાખશો. માનસિક ભય ચિંતાઓ ના કરશો. પીપળના ઝાડે નિત્ય દર્શન કરીને પ્રદક્ષિણા કરશો. હનુમાન ચાલીસા પઠન કરવું.
(12)મીન (દ,ચ,ઝ,થ):- પેટમાં બળતરાઓની સંભવના. પગના તળિયામાં સૂઝન આવી શકે. અકારણ કાલ્પનિક ભય- ચિંતાઓ રહ્યા કરે. યોગ પ્રાણાયામ અવશ્ય કરશો. નવગ્રહ જાપ કરશો.
દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કરવાથી મનોસ્થિત ડામાડોળ થશે નહીં. જરૂરિયાતમંદ વ્યક્તિને જૂનાં કપડાં સ્વેટર, મફલર, ધાબલા આપવાથી છુપા આશીર્વાદ મળશે.ઉ