તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ભારતના લગભગ તમામ ભાગમાં થતી ઔષધીય વનસ્પતિના બીની ઓળખાણ પડી? આ વનસ્પતિના પાનની ભાજી થાય છે અને તેના બી વિવિધ ઉપયોગમાં આવે છે.

અ) રામતલ બ) અળસી ક) સુવા ડ) કળથી

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
પિત્તાશય SALIVA
અન્નનળી ALATE
તાળવું OESOPHAGUS
જઠર LIVER

લાળ STOMACH

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય, દૂધે વાળુ જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય’ કહેવતમાં નરણા શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) નમન કરીને બ) ભૂખ્યા પેટે ક) પાણી સાથ ડ) નમક વિના

ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી આર્થ્રાઈટિસની તકલીફથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ માંદગીનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?

અ) જડબું બ) સાંધા ક) પેટ ડ) માથું

માતૃભાષાની મહેક

માણસના શરીરનો પોણાથી વધારે ભાગ પાણીનો બનેલો છે. નિસર્ગોપચારમાં પાણીનો ઘણો મહિમા છે. પીવામાં પૂરતા સ્વચ્છ પાણીના ઉપયોગની વાત તો છે જ. એ સિવાય વિવિધ ઉપચારોમાં પાણીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્નાન, બાષ્પસ્નાન, પોતાં, લપેટ, જલધૌતિ, બસ્તિ આદિ.

ઈર્શાદ
રામનામ લાડવા, ગોપાળ નામ ઘી,
કૃષ્ણનામ ખીર ખાંડ, ઘોળી ઘોળી પી.

— લોકકવિ

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
31, 37, 41, 43, 47, 53 ……

અ) 55 બ) 57 ક) 59 ડ) 63

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
કડવું BITTER
ખારું SALINE
મોળું TASTELESS
તૂરો ASTRINGENT
સ્વાદિષ્ટ SAVOURY
માઈન્ડ ગેમ
65
ઓળખાણ પડી?
નાગરમોથ
ગુજરાત મોરી મોરી રે
ગાલ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મીઠું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button