નેશનલ

લાલુ યાદવ જમવાનું, પાણી અને દવા લઇને ED ઓફિસ પહોંચ્યા…

પટના: નોકરીના બદલે જમીન કૌભાંડના આરોપમાં EDની ટીમ RJD સુપ્રીમો લાલુ યાદવની પટના ઓફિસમાં પૂછપરછ કરી રહી છે. કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે લાલુ યાદવની ED દ્વારા પૂછપરછ લાંબો સમય ચાલી શકે છે. અંદાજે 4થી 5 કલાક સુધી પૂછપરછ કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. અને જો તેના કરતા પણ વધારે લાંબી પૂછપરછ ચાલે તો એમ વિચારીને લાલુ યાદવ પોતાની સાથે પાણી, ખોરાક અને દવાઓ લઈને ED ઓફિસ પહોંચ્યા હતા.

આ ઘટનામાં ખાસ બાબત એ છે કે બિહારમાં સરકાર બદલાયાના એક દિવસ બાદ એટલે કે આજે 29 જાન્યુઆરીના રોજ લગભગ 11 વાગ્યાના સમયે લાલુ પ્રસાદ તેમના નિવાસસ્થાનેથી ED ઓફિસ જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી પણ હાજર હતી. પટનામાં ED દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન આરજેડી ધારાસભ્યો અને કાર્યકરોએ જોરદાર પ્રદર્શન પણ કર્યું હતું. નોંધનીય છે કે આખી ઘટના નોકરીના બદલામાં જમીન આપવા સાથે જોડાયેલી છે. જેમાં લાલુના પરિવારના ઘણા લોકોના નામ સામેલ છે. અને આ મુદ્દે જ આજે લાલુની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં ED દ્વારા લાલુ યાદવની પૂછપરછ પર નારાજગી વ્યક્ત કરી હતી. રોહિણીએ સોશિયલ મીડિયા સાઈટ પર પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મારા પિતા એકલા ચાલી પણ નથી શકતા ત્યારે તેમની સાથે કોઈને મદદ કરવા માટે પણ અંદર ના જવા દીધા અને તેઓ એકદમ ધીરે ધીરે લાકડીના ટેકે ટેકે અંદર ગયા. આ એકદમ અમાનવીય વર્તન છે. જો મારા પિતાને કંઈ થશે તો તેની જવાબદારી ઈડીની રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button