શું તમે જાણો છે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ શું છે?
બાબરી મસ્જિદ બાદ જ્ઞાનવાપીનો કેસ ઘણો હાલમાં ઘણો ચર્ચામાં છે. એએસઆઇના સર્વે બાદ એ વાત પાકી થઈ ગઈ છે કે મંદિર તોડીને જ મસ્જિદ બનાવવામાં આવા છે. અલીગઢ યુનિવર્સિટીના ઈરફાન હબીબે તો ત્યાં સુધી કહી દીધું કે ઈતિહાસ ભણો છો કે નહિ, અને જો ઈતિહાસ ભણ્યા હોય તો તમને ખબર જ હોવી જોઈએ કે જ્ઞાનવાપીની જગ્યાએ પહેલા મંદિર હતું. પરંતુ તેમના નિવેદનમાં એવા પણ શબ્દો કહ્યા હતા કે શું આ દેશમાં હવે આમ જ ચાલશે. આ વાંચીને કોઈપણ વ્યક્તિને એમ થાય કે આવડા મોટા પ્રોફેસર જે કહી રહ્યા છે એ કયા આધાર પર બોલી રહ્યા છે. તો તમને જાણીને નવાઇ લાગશે કે આપણા દેશમાં એક એક્ટ છે જેને પ્લેસ ઓફ વર્શીપ એક્ટ કહેવામાં આવે છે અને આ એક્ટના કારણે જ હિન્દુ ધર્મના લોકોએ પોતાના ધાર્મિક સ્થળો પરત લેવા માટે આટલી લાંબી લડત આપવી પડે છે.
પ્લેસ ઓફ વર્શીપ એક્ટ શું છે
પ્લેસ ઓફ વર્શીપ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) એક્ટ પ્રમાણે 15 ઓગસ્ટ 1947 સુધી બાંધવામાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં રૂપાંતરિત કરવા પર પ્રતિબંધ મૂકે છે. આ કાયદા અનુસાર 15 ઓગસ્ટ, 1947 સુધી બનેલા તમામ ધાર્મિક સ્થળોની યથાસ્થિતિ જાળવણી રાખવાની રહેશે. પછી તે મસ્જિદ હોય, મંદિર હોય, ચર્ચ હોય કે અન્ય કોઈ જાહેર પૂજા સ્થળ હોય. આ તમામ ધર્મસ્થાનો 15 ઓગસ્ટ 1947 પછી જેમ છે તેમ જ રહેશે. તેને કોઈપણ કોર્ટ કે સરકાર બદલી શકશે નહિ.
આ કાયદો હોવા છતાં પણ દેશની અદાલતોમાં આવી બાબતોને લઈને ઘણી અરજીઓ થઈ રહી છે. જિલ્લા અદાલતો પણ હવે આ અંગે વિચારણા કરી રહી છે. હાલમાં જ્ઞાનવાપી અને મથુરા બંને જગ્યાએ સ્થિતિ સમાન છે. વિવાદિત મસ્જિદોને લઈને દેશભરમાં આવી અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે વર્ષ 2019માં બાબરી માળખાને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અત્યારનું ચિત્ર સાવ બદલાઈ ગયું છે. અને હવે વિવિધ સ્થળોએ કે જ્યાં વિવાદિત મસ્જિદો છે તેને અંગે કોર્ટમાં અરજીઓ કરવામાં આવી રહી છે.