રે કળયુગ… 15 વર્ષના છોકરાએ ૧૩ વર્ષની છોકરીનો કર્યો બળાત્કાર અને આપી ધમકી
![Ray Kalyug... A 15-year-old boy raped and threatened a 13-year-old girl](/wp-content/uploads/2024/01/download-100.jpeg)
સુરત: શહેરમાં બનેલી એક ઘટના ફરી આજના સમયમાં ઊભા થયેલા ઘણા પ્રશ્નોને વાચા આપી રહી છે. અહીં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ અનુસાર એક 15 વર્ષના છોકરાએ ૧૩ વર્ષની છોકરી પર બળાત્કાર કર્યો અને તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે તેને ફરી આ રીતે દુષ્કર્મ કરવાની કોશિશ કરતા છોકરીએ તેની માતાને આખી વાત કરી હતી અને માતાએ આ ફરિયાદ પોલીસમાં કરતા પોલીસે છોકરા સામે ગુનો નોંધ્યો છે.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર 27 જાન્યુઆરીએ પીડિતાની માતા જ્યારે ઘરે આવી ત્યારે પીડીતા રડી રહી હતી. માતાએ વારંવાર પૂછતા તેણે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જ્યારે ઘરે કોઈ નહોતું ત્યારે આરોપી તેના ઘરે આવ્યો હતો. આ આરોપીને પરિવાર ઓળખતો હોવાથી તેણે તેના ઘરમાં આવવા દીધો અને પાણી પણ ઓફર કર્યું હતું. જોકે આરોપીએ અચાનકથી દરવાજો બંધ કરી છોકરી સાથે ગેરવ્યવહાર કરવાનો શરૂ કર્યો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને જો આ વાત કોઈને કહેશે તો તેને ચાકુ બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
27 જાન્યુઆરીએ એ છોકરો ફરી પાછો આ છોકરીને મળ્યો હતો અને છોકરીને કહ્યું હતું કે તારા ભાઈને કોઈ બીજાના ઘરે મોકલ જેથી હું તારા ઘરે આવી શકું. આ વાતથી ડરી ગયેલી છોકરીએ ત્યારે તો કંઈ જવાબ આપ્યો નહોતો પણ ઘરે આવીને તે ખૂબ રડી હતી. તેની માતાએ આખી વાત સાંભળી લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલો મળ્યા છે.