ટોપ ન્યૂઝનેશનલ

NDA સરકાર બનતાની સાથે જ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સ્પીકરને હટાવવાની તૈયારી

બિહારના રાજકારણ માટે 28 જાન્યુઆરીના રોજ રવિવાર ‘સુપર સન્ડે’ હતો. છેલ્લા 17 મહિનાથી આરજેડી સાથે સરકાર ચલાવી રહેલા નીતીશ કુમાર હવે અલગ થઈ ગયા છે. નીતિશ કુમારે ફરી એકવાર 28 જાન્યુઆરીના રોજ ભાજપ સાથે સરકાર બનાવીને 9મી વખત મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા. રાજ્યમાં નવી સરકારની રચના બાદ NDAએ હવે RJD વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી કરી છે અને વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે.

વિધાનસભા અધ્યક્ષને પદ પરથી હટાવવા માટે ભાજપના નંદ કિશોર યાદવે વિધાનસભા સચિવને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. અને એમ પણ જણાવ્યું હતું કે જો આરજેડી નેતા અવધ બિહારી ચૌધરી સ્પીકર પદ પરથી રાજીનામું નહીં આપે તો તેમને બહુમતીથી હટાવી દેવામાં આવશે. સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસની નોટિસ જારી કરવાના પ્રસ્તાવમાં પૂર્વ મુખ્ય પ્રધાન જીતન રામ માંઝી, ભાજપના પૂર્વ ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ, જેડીયુના વિનય કુમાર ચૌધરી, રત્નેશ સદા અને અન્ય ઘણા ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા.

હાલમાં એનડીએ ગઠબંધન પાસે 128 ધારાસભ્યો છે જ્યારે વિપક્ષના મહાગઠબંધન પાસે 114 ધારાસભ્યો છે. સ્પીકર અવધ બિહારી ચૌધરી સામે 128 ધારાસભ્યો હોવાથી તેમની હકાલપટ્ટી નિશ્ચિત છે.

સિવાનના ધારાસભ્ય અવધ બિહારી ચૌધરીને છેલ્લા ચાર દાયકાનો રાજકીય અનુભવ છે. તેમને રાજકારણમાં ઘણો સંઘર્ષ કરીને પોતાનું રાજકીય સ્થાન બનાવ્યું છે. અવધ બિહારને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નજીક માનવામાં આવે છે. આ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સાથે પણ તેમના નજીકના સંબંધો છે. 

અવધ બિહાર ચૌધરી 1985માં જનતા દળની ટિકિટ પર પહેલીવાર સિવાન સીટથી ધારાસભ્ય બન્યા હતા, પરંતુ જ્યારે લાલુ પ્રસાદ યાદવે આરજેડીની રચના કરી ત્યારે તેઓ તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ તેઓ 2005 સુધી સતત સિવાનથી ધારાસભ્ય રહ્યા. આ સમયગાળા દરમિયાન તેઓ લાલુ યાદવથી લઈને રાબડી દેવી સુધીની સરકારોમાં કોઈ ને કોઈ પદ પર રહી ચૂક્યા છે અને વિવિધ વિભાગોની જવાબદારીઓ સંભાળી છે.
રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે જણાવ્યું હતું કે મહાગઠબંધનમાં હાલની સ્થિતિ સારી નથી તેથી જ મેં આ પગલું ભર્યું છે. અને એટલે જ લાંબા સમયથી કોઈ પણ બાબત પર ટિપ્પણી કરતો નહોતો.
હું મારા પક્ષના કાર્યકરો સહિત દરેકના અભિપ્રાયો અને સૂચનો મેળવી રહ્યો હતો. અને મને તેમના સૂચનો યોગ્ય લાગ્યા એટલે જ મે આજે રાજીનામું આપી દીધું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત