નેશનલ

લોસ એન્જલસમાં ગોળીબારમાં ચાર નાં મોત

લોસ એન્જલસ: લોસ એન્જલસમાં એક ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયાના અહેવાલ છે. શનિવારે પોલીસે આ ઘટનાને હત્યા-આત્મહત્યા તરીકે દર્શાવ્યા બાદ ચાર લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી.

લોસ એન્જલસ પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, લેર્ડો એવન્યુના ૧૧૬૦૦ બ્લોકમાં ગોળીબારના અહેવાલ અંગે અધિકારીઓએ સાંજે ૭ વાગ્યા પહેલા કાર્યવાહી કરી હતી. ચાર પીડિતોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તપાસકર્તાઓએ ગોળીબાર હત્યા-આત્મહત્યા હોવાની પુષ્ટિ કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. પીડિતો અને ગોળીબારના સંભવિત હેતુ વિશે હાલમાં કોઇ અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button