નેશનલ

નીતીશ કુમારનો વિક્રમ: નવમી વાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા

એનડીએના મુખ્ય પ્રધાન બનવા મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું

પટણા : જનતા દળ (યુનાઈટેડ)ના પ્રમુખ નીતીશ કુમાર રવિવારે બિહારના મુખ્ય પ્રધાન તરીકેના સોગંદ વિક્રમી વાર એટલે કે નવમી વાર લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરે રાજભવનમાં નીતીશ કુમારને હોદ્દાના અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ભાજપના નેતાઓ સમ્રાટ ચૌધરી અને અને વિજય કુમાર સિંહાએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા હતા. આ બે ઉપરાંત ભાજપના પ્રેમ કુમારે પ્રધાન તરીકે સોગંદ લીધા હતા. જેડી (યુ)ના સભ્યો વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર યાદવ અને શ્રવણ કુમારે પણ સોગંદ લીધા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જિતન રામ માંઝીના આગેવાની હેઠળના હિન્દુસ્તાન અવામ મોરચાના સંતોષ કુમાર સુમન અને અપક્ષ વિધાનસભ્ય સુમિત સિંહ પણ પ્રધાન બન્યા હતા.

પ્રધાનમંડળના બીજા સભ્યો અંગે એકાદ-બે દિવસમાં નિર્ણય લેવાશે એવી માહિતી સૂત્રોએ આપી હતી. કુમારે દિવસની શરૂઆતમાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહાગઠબંધન અને વિપક્ષના ઈન્ડિયા
બ્લોકમાં મારે માટે વસ્તુસ્થિતિ સારી રીતે ચાલતી નહોતી. તેમણે ૧૮ મહિના પહેલાં જે ભાજપને તડકે મૂકી હતી તેના ટેકાથી નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો. ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા અને પક્ષના બીજા સિનિયર નેતાઓ સોગંદવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા. કુમારના મહાગઠબંધનના ભૂતપૂર્વ સાથીદાર આરજેડીએ સમારોહનો બહિષ્કાર કર્યો હતો, જ્યારે કૉંગ્રેસે સમારોહમાં હાજરી આપી નહોતી.

જેડી (યુ)ના સર્વેસર્વા નીતીશ કુમારે ૨૦૦૦માં રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે પહેલી વાર સોગંદ લીધા હતા. જોકે તેમની આ સરકારનું એક અઠવાડિયામાં પતન થયું હતું.

મે ૨૦૧૪માં તેમણે મુખ્ય પ્રધાનપદ છોડ્યું હતું, પરંતુ આઠ મહિના પછી તેમના વિશ્ર્વાસુ જિતન રામ માંઝીને ખસેડીને મુખ્ય પ્રધાન તરીકે પાછા ફર્યા હતા. નવેમ્બર ૨૦૧૫માં જેડી (યુ), આરજેડીએ અને કૉંગ્રેસે વિધાનસભાની ચૂંટણી જીતતાં મુખ્ય પ્રધાન તરીકે પુનરાગમન કર્યું હતું. ૨૦૧૭માં તેમણે રાજીનામું આપ્યુું હતું અને ભાજપ સાથે નવી સરકાર રચી હતી તથા મુખ્ય પ્રધાન તરીકે પાછા આવ્યા હતા. ૨૦૨૦ની વિધાનસભાની ચૂંટણીમાં એનડીએનો વિજય થતાં નીતીશ કુમાર મુખ્ય પ્રધાન તરીકે પાછા આવ્યા હતા. જોકે આ ચૂંટણીમાં જેડી (યુ)નો દેખાવ કંગાળ રહ્યો હતો.
બિહાર વિધાનસભામાં ૨૪૩ સભ્યો છે. (એજન્સી)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત