આમચી મુંબઈ

પુણે એરપોર્ટ પર સાત કિલો સોના સાથે બે જણની ધરપકડ

મુંબઈ: સોનાની દાણચોરીના કિસ્સા વધી રહ્યા છે, જેમાં આજે પુણે એરપોર્ટ પરથી આશરે સાત કિલો સોના સાથે એક વિદેશી મહિલા સહિત અન્ય એક પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ પુણે એરપોર્ટ પરથી કુલ છ કિલો ૯૧૨ ગ્રામ સોના સાથે દુબઈની એક મહિલા સહિત બે મુસાફરોની ધરપકડ કરી હતી. જપ્ત કરાયેલા સોનાની કિંમત ૩.૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ડીઆરઆઈના અધિકારીઓ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ડીઆરઆઈના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે દુબઈથી સોનાની દાણચોરીની ગુપ્ત માહિતી મળી હતી. તેના આધારે ડીઆરઆઈની ટીમ પુણે એરપોર્ટ પર પ્રવાસીઓની હિલચાલ પર નજર રાખી હતી. દુબઈથી આવેલી એક મહિલા અને પ્રવાસીને પુણે એરપોર્ટ પર શંકાસ્પદ હાલતમાં જોવામાં આવ્યા હતા અને તેઓ ઝડપથી એરપોર્ટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ બંને મુસાફરો પર શંકા જતા ડીઆરઆઈની ટીમે બંનેને રોકીને તલાશી લીધી હતી.

આ બંનેના પટ્ટા અને ખિસ્સામાંથી છ કિલો ૯૧૨ ગ્રામ સોનાનો પાવડર મળી આવ્યો હતો. આ બનાવ પછી ડીઆરઆઈની ટીમે બંને જણની ધરપકડ કરી હતી. આ મામલે સઘન તપાસ ચાલી રહી છે, એમાં અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button