IND VS ENG: ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ હાર્યું, ભારતને ફટકો પડ્યો
ભારત જીતની બાજી હારવા માટે આ કારણો છે જવાબદાર
હૈદરાબાદઃ ઘરઆંગણે રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ સિરીઝ પૈકી આજે પહેલી ટેસ્ટ મેચમાં ભારતનો 28 રને પરાજય થયો, પરિણામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતને સૌથી મોટો ફટકો પડ્યો છે. એના સિવાય ભારતની હાર માટે પણ એક કરતા અનેક પરિબળો જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું.
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે હારવાને કારણે એક તરફ ટીમ ઈન્ડિયાને નિરાશા મળી છે, જ્યારે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને નુકસાન થયું છે. જીતની બાજી હારી જવાને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે આવી ગઈ છે. આ હાર પહેલા ભારતીય ટીમ બીજા ક્રમે હતી.
એક જ હારને કારણે ભારત ત્રણ ક્રમનો નુકસાન થયું છે. પોઈન્ટ ટેબલમાં પાચમા ક્રમે પહોંચનારી ભારતી ટીમની પાસે હવે પાંચ ટેસ્ટમાં બે જીત, બે હાર અને એક મેચ ડ્રોમાં પરિણમી હતી. બીજી બાજુ પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશ ભારતથી આગળ આવી ગઈ છે. બેમાંથી એક ટેસ્ટ જીતવા અને એક ટેસ્ટ હારનારી બાંગ્લાદેશની ટીમ ચોથા ક્રમે રહી છે, ત્યારબાદ ન્યૂ ઝીલેન્ડ (ત્રણ), દક્ષિણ આફ્રિકા (બીજા) અને ઓસ્ટ્રેલિયા પહેલા ક્રમે છે.
જીતની બાજી ભારત હારવા માટે સૌથી પહેલા તો ભારતીય ટીમના ઓવર કોન્ફિડન્સની બાબત પણ જવાબદાર માનવામાં આવે છે. એનાથી આગળ ઓલી પોપને મળનારું જીવતદાન છે. 196 રનની શાનદાર ઈનિંગ રમવા માટે અક્ષર પટેલ જવાબદાર છે. 110 રનના સ્કોરે રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં અક્ષર પટેલે કેચ છોડ્યો નહોત તો ભારતને આટલો મોટો સ્કોર કરવાનો વખત આવ્યો ન હોત.
અન્ય કારણમાં રોહિત શર્માએ ટોસ જીત્યો હોત તો શરુઆતમાં સ્પિનરને ફાયદો થઈ શક્યો હોત. બેટિંગ ક્રમમાં પણ અચાનક ફેરફાર કરવાનો કીમિયો ઊંધો પડ્યો હતો. પાંચમા ક્રમે અક્ષર પટેલને રમાડ્યો હતો, જે અગાઉ નવમા ક્રમે રમ્યો હતો. પાંચમા નંબરે રવિન્દ્ર જાડેજાને મોકલવામાં આવ્યો હોત તો ફાયદો થઈ શક્યો હોત. જાડેજાએ અગાઉની ઈનિંગમાં 87 રન બનાવ્યા હતા. શુભમન ગિલની નિષ્ફળતા પણ જવાબદાર માનવામાં આવી રહી છે.